મહેસાણા : કડી શહેરમાં વિવિધ સોસાયટીઓ તેમજ શેરીઓની અંદર નવરાત્રિનો રંગ જામતો જાય છે. કડીમાં નવરાત્રિનો તહેવાર રંગ સગ જમાવતી હોય તેવું જોવા મળી રહ્યું છે. તેમજ કડી શહેરની વિવિધ સોસાયટીઓમાં નવરાત્રિના પાંચમા નોરતે વિવિધ વેશભૂષા ધારણ કરીને ખેલૈયાઓ ગરબે ઝૂમી ઊઠ્યાં હતાં.