માતાજીની ભકિત કરવાનું પાવનકારી મહાપર્વ એટલે આસો નવરાત્રી. આસો નવરાત્રીનો આજે પાંચમો દિવસ છે. સૌ ભાવિકો જગત જનનીની આરાધનામાં ઓતપ્રોત છે. ભાવિકો સમી સાંજ થતાં જ માતાજીની સ્તુતિ - દુહા - છેદ અને ગરબા ગાય છે... ખાલી ન કોઇ સ્થળ છે વિણ આપ ધારો... બ્રહ્માંડમાં અણુ અણુ મહિ વાસ તમારો... શકિત ન માપ ગણવા અગણિત માપો... મામ્‌ પાહિ ઓમ ભગવતી દુઃખ કાપો... નવરાત્રી એટલે શકિત અને આરાધનાનું પર્વ કહેવામાં આવે છે. કોરોના મહામારીના કારણે બે વર્ષ સુધી નવરાત્રી મોકૂફ રહી હોવાથી ખેલૈયાઓ નિરાશ જોવા મળ્યા હતા, જયારે બે વર્ષ બાદ આ વર્ષે ખેલૈયામાં હરખના ઘોડાપુર ઉમટયા છે શિક્ષણ શેત્રે સિહોરનું હૃદય ગણાતા જે જે મહેતા ગહસ સકલ ખાતે એક દિવસીય રાસ ગરબા યોજાયા હતા ઉપસ્થિત સૌ કોઈ બહેનો રાસ ગરબે ઝુમ્યા હતા ચુંદડી રાસ, ગાગર રાસ, રાધા-કૃષ્ણ રાસ, ખોડિયાર માતાજીનો રાસ, ટીપ્પણી રાસ, તાલી રાસ, મહિસાસુર રાસ સહિતના કલાત્મક રાસે ભારે આકર્ષણ જમાવ્યું છે. ગરબે ઘૂમતી વિધાર્થી બહેનોના રાસ નિહાળવા પણ મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડી હતી સમગ્ર આયોજનને દીપાવવા, અશ્વિનભાઈ ગોરડિયા, ભરતભાઇ મલુકા, પત્તાબેન મહેતા, ઇલાબેન જાની ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા ગલ્સ સ્કૂલ સ્ટાફે ભારે જહેમત ઉઠાવે છે.