છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા એ સરકારમાં રજૂઆત કરી પાવીજેતપુર તાલુકાના ૪.૧૦ કરોડના તેમજ છોટાઉદેપુર તાલુકાના ૧૮.૩૦ મળી કુલ ૨૨.૪૦ કરોડના અંતરિયાળ વિસ્તારના ગામડાઓ માટે રસ્તા મંજૂર કરાવતા જનતામાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. 

       પ્રાપ્ત માહિતી મુજબ છોટાઉદેપુર મતદાર વિસ્તારના ધારાસભ્ય શ્રી મોહનસિંહ રાઠવાની રાજય સરકારમાં વારંવારની સબળ રજુઆતને ધ્યાને લઈ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગે તા. ૨૮/૦૯/૨૦૨૨ ના રોજ ૨૦૨૨/ ૨૩ ના વર્ષ માટે પાવીજેતપુર તાલુકામાં રૂપીયા ચાર કરોડ દશ લાખ ( ૪.૧૦ કરોડ ) અને છોટાઉદેપુર તાલુકામાં રૂપીયા અઠાર કરોડ ત્રીસ લાખ ( ૧૮.૩૦ કરોડ ) આમ કુલ રૂપીયા બાવીસ કરોડ ચાળીશ લાખ (૨૨.૪૦ કરોડ)ના રસ્તાઓ મંજુર કરવામાં આવેલ છે. આ રસ્તાઓ મંજુર થવાથી લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

            પાવીજેતપુર તાલુકામાં 

ચુલીગઢ જોડતો રોડ, ભીખાપુરા બોરકંડાને ,ઓલીયાકલમ ગામથી સ્મશાન થઈ કંડા ગામને જોડતો રોડ, ચુલી – ભીખાપુરા – પાનીમાઈન્સ રોડ મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે છોટાઉદેપુર તાલુકોમાં ઝેર ગામે નવા ફળીયા મેન રોડથી ગમાન ફળીયા મેન રોડ સુધીનો રોડ,જામરણ ફળીયાથી કાછટીયા ફળીયા રોડ,

સિલોજ મુખ્ય રસ્તાથી સરપંચ ફળીયા થઈ માલુ પ્રાથમિક શાળાને જોડતો રોડ, ધંધોડા મલાજા રોડ, કુંભાણીથી ભુમસેલ ફળીયાને જોડતો રોડ ધડાગામ, સુરીંથી નાનીસઢલી મોટીસઢલી રંગપુર ટુંડવા બોડગામ રોડ, કોરાજ સુખી વસાહત થઈ તેજગઢ ગામને જોડતો રોડ, ઓડ બરોજ એપ્રોચ રોડ, ખડકવાડા ભોરદલી બાલાવાંટ રોડ મંજૂર કરાવ્યા છે. જે રસ્તાઓ ઉપર માટીમેટલ કામ, નાળા, ડામરકામ તેમજ એક રસ્તા ઉપર નાના પુલ બનાવવમાં આવનાર છે.

         આમ, છોટાઉદેપુર ના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા પાવીજેતપુર તાલુકા તેમજ છોટાઉદેપુર તાલુકામાં ૨૨.૪૦ કરોડના રોડ મંજૂર કરાવતા જનતામાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.