અંહી નાની મોટી દરેક બાળાઓ પ્રાચીન ગરબાના તાલે રમે છે.બહોળી સંખ્યામાં લોકો આ પ્રાચીન પરંપરા ને નિહાળવા આવે છે. ખોડિયાર મંદિર અને ગરબીની સ્થાપના પી એસ આઈ શ્રી બી આર પટેલ સાહેબ તથા ફરજ પર રહેલા તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે. આ પ્રાચીન પરંપરા વષોથી સ્વ ભૂપતસિંહ સિંધવ અને તેમની સમગ્ર ભાઇઓની ટિમ તથા આડોશી પાડોશી પરિવારો જાળવતા આવ્યા હતા અને હાલમાં તેમના પુત્ર શ્રી ઇન્દ્રરાજ સિંહ સિંધવ અને તેમની સમગ્ર ભાઇઓની ટિમ દ્વારા જાળવવામાં આવી છે. જયાં બાળાઓ શાંતિ, સલામતી અને સુરક્ષા વચ્ચે પ્રાચીન ગરબાની તાલે ઝૂમી ઉઠે છે.
આઇ શ્રી ખોડિયાર પોલીસ લાઇન ગરબી અને ધૂન મંડળ દ્વારા છેલ્લા 70વષૅ થી પ્રાચીન શેરી ગરબા સમગ્ર વડિયા ગામમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
