હારીજ તાલુકાના ચૌધરી સમાજના અને અર્બુદાસેનાના યુવાનો કાર્યકરો દ્વારા વિપુલભાઈ ચૌધરીના સમર્થનમાં રેલી યોજી નારાબાજી કરી હતી.અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આવેદનમાં જણાવ્યા મુજબ અમારા ચૌધરી સમાજના અગ્રણી અને અર્બુદાસેનાના પ્રમુખ ચૌધરી વિપુલભાઈ માનસિંહની 14 સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રીએ ધરપકડ કરવામાં આવી છે જેને સમગ્ર સમાજ વખોડી કાઢે છે.અને અગાઉ પણ દૂધસાગર ડેરીની ચૂંટણી આવતા રાજકીય કિનનાખોરી દાખવી ધરપકડ કરવામાં આવી હતી.અને નિયમ મુજબ જામીન મેળવી મુક્ત થયા હતા.તે પછી તેમની કોઈ એવી પ્રવૃત્તિ હતી નહી કે ફરીથી ધરપકડ કરવી પડે. છતાં પણ ઓચિંતી ધરપકડ શા માટે છેલ્લા એકાદ વર્ષથી ચૌધરી સમાજની સંસ્થા એબુદા સેનાના નેજા હેઠળ વિપુલભાઈના માર્ગદર્શનથી અનેક બ્લડ કેમ્પ, વૃક્ષારોપણ,વ્યસનમુક્તિ,સામાજિક કુરિવાજો,જેવા સામાજિક કાર્યો કરતા આવ્યા છે.અને તેમની લોકપ્રિયતા મેળવી રહયા હતા ત્યારે સરકાર દ્વારા ઓચિંતી ધરપકડ કરવામાં આવી છે.જેમને જેલ મુક્ત કરવામાં નહી આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારીને આવેદન પત્ર મામલતદાર વી.ઓ.પટેલને આપવામાં આવ્યું હતું સમગ્ર તાલુકાના અગ્રણીઓ વાઘજીભાઈ ચૌધરી બોરતવાડા,રામજીભાઈ દેસાઈ,
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
અર્બુદા સેના હારિજ તાલુકા પ્રમુખ રાજુભાઇ ચૌધરી,રાહુલ ચૌધરી,માનસંગજી ઠાકોર કાઠી, દઝાભાઈ ચૌધરી સરેલ,દઝાભાઈ ચૌધરી કાતરા.અર્જૂનસિહ વાઘેલા,વગેરે રેલીમા ઉપસ્થિત રહી આવેદનપત્ર આપ્યું હતું