ધ્રોકળ ડેમમાં નર્મદાના નીર નું અવતરણ
ધારાસભ્ય સહીત ભાજપના આગેવાનો ગ્રામજનો એ જળ વધામણા કર્યા: બરડા પંથક વર્ષભર પાણીદાર રહેશે 

અડવાણા નજીકનો ધ્રોકળ ડેમ "સૌની યોજના" હેઠળ નર્મદાના પાણીથી ભરવાની કાર્યવાહી હાથ ધરાતા પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા , જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા સહીત ભાજપના આગેવાનો એ જળના વધામણાં કર્યા હતા. 
બરડા પંથકના ખેડૂતોની લાગણીને ધ્યાને રાખીને ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ રાજ્ય સરકાર ને ભલામણ કરીને સૌની યોજના હેઠળ ધ્રોકળ નર્મદા ડેમ પાણીથી ભરવા રજૂઆત કરી  હતી.આથી રાજ્ય સરકારે 750 કી.મી. દૂર સુધી નર્મદાના પાણી પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરી હતી અને આ કામગીરી પૂર્ણ થતા અને નર્મદાના પાણીનું અવતરણ થતા ખેડૂતોમાં ખુશીના ફુવારા ઉડ્યા હતા. 


આ જળવધામણાં સમયે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, તાલુકા પંચાયત પૂર્વપ્રમુખ વિરમભાઇ  કારાવદરા, સરપંચ ભીખુભાઇ, બક્ષીપંચ મોરચા પ્રમુખ લખમણભાઇ, અડવાના તાલુકા પંચાયત સભ્યો, આજુબાજુ ગામના સરપંચો, ભારતીય જાણતા પાર્ટી ના આગેવાનો, કાર્યકરો, ખેડૂતભાઈઓ, ગ્રામજનો ઉપસ્થિત હતા. 

ખેડૂતો એ આભાર માન્યો:

અડવાણા નજીકના ધ્રોકડ ડેમ માં નર્મદાના નીર નું અવતરણ થયું છે ત્યારે આ વિસ્તારના ખેડૂતો એ જણાવ્યું હતું કે, જયારે ભાજપ ની સરકાર 1995 માં આવી અને આપણાં ધારાસભ્ય  બાબુભાઇ બોખીરિયા ગ્રામ્ય પ્રવાસમાં આવતા ત્યારે અહીંના  લોકો એમ કહેતા કે સાંજના સમયે લાઈટ અને પીવાનું પાણી આપો એટલે ખૂબ રાજી.  પરંતુ ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાના દીલ માં ખૂબ સારો ભાવ હતો અને મનમાં નક્કી કર્યું કે પીવાના પાણી અને સિંચાઈના પાણી ની પણ વ્યવસ્થા કરવી છે કારણ કે મારો ખેડૂત સમૃદ્ધ હોવો જોઈએ, ખેડૂત સમૃદ્ધ હશે તો રાજ્ય અને દેશ સમૃદ્ધ બનશે ત્યારથી એક સારા ભાવ સાથે પોરબંદરને કેમ પાણીદાર બનાવવું તેમની યોજના બનાવી અને કેનાલ,  ચેક ડેમ તથા પાણીની સંગ્રહ શક્તિમાં વધારો કરી અને પાણીનો જથ્થો વધાર્યો અને ખેડુને સમૃદ્ધિ તરફ દિશા આપી  અને ત્યાર બાદ સૌની યોજના અંતર્ગત અડવાણા ધ્રોકડ ડેમમાં નર્મદાના નીરનુ અવતરણ થયેલ છે હવે બરડો બારેમાસ પાણીદાર રહેશે ,, સમાજ માટે કઈક કરી છૂટવાની ભાવનાવારા પાણીદાર ધારાસભ્ય  બાબુભાઇ બોખીરિયાને ખેડૂતોએ ધન્યવાદ પાઠવી આભાર પણ વ્યક્ત કર્યો હતો.