પોરબંદર જિલ્લાના માહી ગ્રુપ નું પ્રતિનિધિત્વ કરતા એવા કમલભાઈ ગોસલીયા ૧૭ વર્ષોથી સંસ્થાનું સેવાકાર્ય કરી રહ્યા છે સાથે સાથે જૈન વણિક સમાજના અગ્રણી પણ છે જેમને થોડા સમય પહેલા જ ભારતીય જનતા પાર્ટીમાંથી વ્યવસાય સેલ અંગેનું પ્રતિનિધિત્વ ભાજપ પક્ષ દ્વારા આપવામાં આવ્યું હતું. પરંતુ સંસ્થાને સાથે લઈ અને સંસ્થાના વિચારો થી તેઓ કાર્ય કરી રહ્યા હતા ત્યારે કમલભાઈ ગોસલીયાનું કહેવું એવું છે કે ભાઈ કોઈપણ સંસ્થા ચલાવતા હોય ત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે એમના હોદ્દેદારો હોય કે કાર્યકર્તાઓ હોય પરંતુ કોઈ પણ કાર્યક્રમ થતો હોય ત્યારે કોઈ હાજરી આપે તો એમને આવકાર આપવો જોઈએ એ અનુસંધાને કોંગ્રેસના હોદ્દેદારો એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તે અનુસંધાને કમલભાઈ ગોસલીયા ને ભાજપ ના આગેવાનો દ્વારા જાણ કરવામાં આવી કે આવી રીતે તમારું નહીં ચલાવી લેવાય એ અનુસંધાને કમલભાઈ ગોસલીયા દ્વારા જણાવવામાં આવ્યું કે હું ૧૭ વર્ષોથી માહી ગ્રુપ ની સંસ્થા ચલાવું છું અને જે સંસ્થાનું નામ માહી ગ્રુપ છે જેમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ આવતા હોય છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ આવતા હોય છે અને સંસ્થામાં અમારે પક્ષપાત હોતો નથી અને અમારી સંસ્થા કોઈ પક્ષ સાથે જોડાયેલ પણ નથી એવા અનુસંધાને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ કમલભાઈ ગોસલીયાને કહ્યું કે આવું નહીં ચલાવી લેવામાં આવે ત્યારે કમલભાઈ ગોસલીયાએ ભારતીય જનતા પાર્ટીમાંથી  રાજીનામું આપ્યાની જાણ કરી 
૧૭ વર્ષોથી ચલાવતા માહી ગ્રુપ સંસ્થામાં અંદાજે 3000 થી ,4000 મેમ્બરો સાથે ગ્રુપ બનેલું છે 
અને દરેક મેમ્બરો માહી ગ્રુપ સંસ્થાના નિયમોને અનુસંધીને ચાલે છે જેમાં કોઈ પક્ષપાત નથી અને જૈન વણિક સમાજમાં પણ તેમનું સારું વર્ચસ્વ પણ છે 
તો હવે જોવાનું રહ્યું આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી આવવાની હોઈ તે જ સમયે કમલભાઈ ગોસલીયા  નું ભાજપ પક્ષ માંથી  રાજીનામું આપ્યું એ આવનારા દિવસો મા અનેક પ્રશ્નો ઉભા થઇ સકે તેમ છે.
જે તે સમયે ભાજપ મા જોડાવા તેઓ ને આમંત્રણ આપ્યું હતું ત્યારે પણ પોરબંદર ભાજપ સંગઠન ને ખયાલ જ હતો કે તેઓ એક સંસ્થાન ના પ્રમુખ છે
કમલભાઈ ગોસલીયા જ્યાર થી ભાજપ મા જોડાયા ત્યાર થી એક ભાજપ ના સનિસ્થ કાર્યકર્તા હોઈ તેમ તેઓ દ્વારા અને તેમના સંસ્થા મા મેમ્બર્સ દ્વારા ભાજપ ને બળ મળે તેવા સતત પ્રયત્નો એ કરતાજ હતા પરંતુ પક્ષ ના હોદેદારો એ તેમને કાર્યાલય બોલાવી અને પક્ષ પ્રત્યે ની તેમની નિષ્ઠા અને વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા તે કમલભાઈ ગોસાલીયા અને તેઓ ની સંસ્થા ના સભ્યો ને દિલ માં લાગી આવ્યું છે કારણકે અત્યાર સુધી તેઓ ભાજપ પ્રત્યે એક કર્તવ્ય નિષ્ઠા થી પક્ષ નું કાર્ય કરતા હતા અને આટલા વર્ષો ના કાર્યો ને ધ્યાન માં ના લેતા અને સીધા તેમની પક્ષ પ્રત્યે ની વિશ્વસનીયતા પર પ્રશ્ન ચિન્હ મુક્યા તે માટે કમલભાઈ ગોસાલીયા દ્વારા રાજીનામું આપી દેવા મા આવ્યું છે.
કમલભાઈ નું કેહવુ છે કે એક સંસ્થા ના પ્રમુખ તરીકે તેઓ ને પોરબંદર જિલ્લા મા કામ કરતી બીજી સંસ્થાઓ સાથે સંકલન રાખવું પડે અને બીજી સંસ્થાઓ ના કાર્યક્રમ મા એક સંસ્થા પ્રમુખ તરીકે હાજરી પણ આપવી જ પડે તો આવી વાત ને અને એવા કોઈ પ્રસંગ બનેલા હોઈ તેને પોરબંદર  જીલ્લા ભાજપ દ્વારા તેમના વિરુદ્ધ  અવિશ્વાસ રાખી અને તેમને કાર્યાલય પર બોલાવી અને તેમની નિષ્ઠા અને નિયત પર સવાલ કરે એ વ્યાજબી ના જ કેહવાય જ્યારે જીલ્લા ભાજપ ને ખયાલ જ હતો કે કમલભાઈ ગોસલીયા પોરબંદર માહી ગ્રૂપ ના ૧૭ વર્ષ થી પ્રમુખ છે.
આ આખા પ્રસંગ ને કમલભાઈ અને તેમની આખી ટીમ દ્વારા ખુબજ ગંભીરતા થી લેવામાં આવ્યો છે અને તેમની ભાજપ પ્રત્યે ની આજ સુધી ની નિસ્વાર્થ સેવા અને કોઈ અપેક્ષા વિના તન, મન, ધન થી જે સેવા કરી તેના પર જ્યારે કોઈ આવો અવિશ્વાસ કરે ત્યારે કમલભાઈ ગોસલીયા ના કહેવા પ્રમાણે તેઓ ની  લાગણી ને ઠેસ પોહ્ચી છે.
કમલભાઈ ગોસલીયા માહી ગ્રૂપ ના પ્રમુખ નું કેહવુ છે કે તેઓ મોદી શાહ જી મા દેશ ના કર્યો મા હમેશા સાથે રેહસે પરંતુ પોરબંદર જિલ્લાના ભાજપ સાથે  આ રાજીનામા સાથે તેઓ એ જણાવ્યું છે કે આજથી હું ભાજપના કાર્યકર્તા કે હોદ્દેદાર નથી તેવુ પણ  આ પ્રેસ નોટ દ્વારા તેઓ જાહેર જનતા ને જાણ કરે છે.
ભાજપ માંથી માહી ગ્રૂપ ના પ્રમુખ નું રાજીનામા થી એ ઘોર પ્રત્યાઘાતો પડે તેવી શક્યતા ને નકારી ના શકાય કારણકે કોરોના કાલ મા આ સંસ્થા જે ૩૦૦૦/૪૦૦૦ લોકો નું સમૂહ છે તેઓ એ ખુબજ લોકકલ્યાણ ના કામ કરેલા છે જેમાં કોરોના જેવી વૈશ્વિક મહામારી માં માહી ગ્રુપના પ્રમુખ અને તેમના ગ્રુપના સભ્યો દ્વારા પોતાના જીવના જોખમે પ્રથમ લોકડાઉનમાં 101 દિવસ સુધી દરરોજ હજારો લોકોને ભોજન ની વ્યવસ્થા ની સાથે સાથે અનાજ કરિયાણાની કીટો નું પણ વિતરણ કર્યું હતું અને બીજા લોકડાઉનમાં પણ માહી ગ્રુપ પ્રમુખ ની સાથે સાથે ગ્રુપના સભ્યો દ્વારા 36 દિવસ સુધી પોતાના જીવના જોખમે પોરબંદર જિલ્લાના દરેક કોવિડ સેન્ટરોમાં જય જય ને દર્દીઓને ફ્રુટ સેનિટાઇઝર માસ હળદર વાળું દૂધ વગેરે સેવાઓ પૂરી પાડી છે અને પોરબંદર ના લોકો ના દિલ માં સ્થાન મેળવ્યું છે માહી ગ્રૂપ એક એવી સંસ્થા છે જે સંસ્થાઓ લોકો વચ્ચે ૨૪*૭ કાર્યરત છે અને આ સંસ્થા ના સેવાકીય કાર્ય ની નોંધ પોરબંદર ના દરેક પ્રજાજનોથી લઈ અને જીલ્લા કલેકટર થી લઇ બધાજ પ્રેસ મીડિયા ના લોકો પણ નોંધ લે છે અને આ સંસ્થા ના સેવાકીય કાર્યો દરેક પ્રેસ મીડિયા મા દરરોજ પ્રકાશિત થાઈ છે અને પ્રેસ મીડિયા જગત પણ માહી ગ્રૂપ અને તેમના પ્રમુખ કમલભાઈ ગોંસાલીયા ની સેવાકીય પ્રવૃત્તિઓ ની  અવાર નવર નોંધ લઈને બિરદાવે છે ત્યારે તે સમયે તેમનું ભાજપ માંથી રાજીનામું પક્ષ ના સેવા એ જ સંગઠન ના સૂત્ર ને ડેમેજ ના પોહચાડે તે જોવા નું રેહસે.. કારણ કે માહી ગ્રુપના સભ્યો દ્વારા પોરબંદરની જાહેર જનતા માટે હજારોથી પણ વધારે સેવાકાર્યોના આયોજન થયા છે અને માહી ગ્રુપની સેવાકીય પ્રવૃતિઓને પોરબંદરની જાહેર જનતા પણ ખૂબ બિરદાવે છે અને માહી ગ્રુપ ના સેવાકાર્યો ની સુગંધ સમગ્ર પોરબંદરની સાથે સાથે સમગ્ર સૌરાષ્ટ્ર માં મહેકે છે
ત્યારે લોકોમાં પણ એક ચર્ચાનો વિષય બની રહ્યો છે કે માહી ગ્રુપના પ્રમુખ કમલભાઈ ગોસાલીયા કોઈ બીજા પક્ષ સાથે જોડાશે કે નહીં..