કાંકરેજના શિહોરીના મોટા જામપુરામાં આવેલ બકરા સંવર્ધન ફાર્મ પરના હાજર કર્મચારીઓ પર ગુરૂવારે બપોરે 20 લોકોએ હુમલો કર્યો હતો. જેમાં ફાર્મમાં ગાયોનવેચવાનો ધંધા કરો છો અને કતલખાનું ચલાવો છો તેમ કહી મારામારી કરી હતી. જેથી મદદનીશ પશુપાલન નિયામકે શિહોરી પોલીસ સ્ટેશને ત્રણ શખ્સ વિરુધ ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કાંકરેજ તાલુકાના શિહોરીના મોટા જામપુરામાં આવેલ બકરા સંવર્ધન ફાર્મ પર ગુરૂવારે બપોરે ડો.વજાભાઈ જેઠાભાઈ પટેલ, સિનિયર કારકુન શૈલેષભાઈ જેસુંગભાઈ ચૌધરી, પશુધન નિરીક્ષક શંકરભાઈ માધાભાઈ પરમાર સહિત પાંચ લોકો ઓફિસે હાજર હતા. ત્યારે માનસીગભાઈ જીવાભાઇ ચૌધરી (રહે.બોતરવાડા,તા.હારીજ-પાટણ), રાજુભાઈ પંચાલ (રહે.છત્રાળા, તા.ડીસા) અને બાબરભાઈ વેલાભાઈ પંચાલ (રહે.કસરા,તા.કાંકરેજ) સહિત 20 લોકોએ ઓફિસમાં આવીને કહેવા લાગેલ કે તમે ફાર્મમાં ગાયોની કતલ કરીને હાડકા વેચવાનો ધંધા કરો છો અને કતલખાનું ચલાવો છો તેમ કહી મારામારી કરી હતી. કચેરીના લોકોએ તેમને સમજાવ્યા હતા પરંતુ કોઈ કશું સાંભળવા તૈયાર નહોતા. અપશબ્દો બોલીને માનસીગભાઈએ ડો.વજાભાઈને મારામારી કરી હતી.
સ્ટાફના માણસો વચ્ચે પડતા ઓફિસના કર્મચારી બદાજીના ડાબા હાથે પાઈપ મારી હતી અને જાતિ અપમાનીત શબ્દો બોલવા લાગ્યા હતા. અને કહેવા લાગ્યા હતા કે, આ જગ્યા ખાલી કરી જતા રહો, નહિતર જીવતા નહીં જાવ. આ જગ્યાએ અમારે ગૌશાળા બનાવી છે અને ઓફિસના ત્રણ લોકોને છોટાહાથીમાં બેસાડી લઈ જતા હતા. ત્યારે પોલીસ આવે છે તેવી જાણ થતાં ત્રણેયને ઉતારી જતા રહ્યા હતા. જેથી મદદનીશ પશુપાલન નિયામક ડો.વજાભાઈ જેઠાભાઈએ શિહોરી પોલીસ સ્ટેશને ત્રણ શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.