જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા 2013માં
સંશોધન કરાયું, 2017માં રાષ્ટ્રીય કક્ષાનાં 2
એવોર્ડ મળ્યા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ફળો અને
શાકભાજીને પરિવહન સમયે બગડતા અટકાવવા
સંશોધીત કરાયેલ પ્લાસ્ટિકના ફોલ્ડેડ બોક્ષને
પેટન્ટની માન્યતા મળી છે. આ અંગે મળતી
વિગત મુજબ કૃષિ વૈજ્ઞાનિક સ્વ. ડી.કે.
અંટાળા, ડો. પી.એમ. ચૌહાણ, ડો. આર.એમ.
સતાસીયા, ડો. આર.એ. ગુપ્તા, જે.વી. ભૂવા
દ્વારા બાગાયતી પાકને પરિવહન સમયે બગડતા
અટકાવવા માટે વર્ષ 2013માં ફોલ્ડેબલ પ્લાસ્ટિક
બોક્ષનું સંશોધન કરાયું હતું અને તેમની પેટન્ટ
રજીસ્ટ્રેશન માટે સરકારમાં રજૂ કરાયું હતું. આ
સંશોધનને વર્ષ 2017 માંભારત સરકાર દ્વારા બે
રાષ્ટ્રિય કક્ષાના એવોર્ડ પણ અપાયા હતા.
હાલ આની પેટન્ટને ભારત સરકારની માન્યતા
મળી ગઇ છે. પરિણામે ચિકુ જેવા બાગાયતી
પાકો, ટમેટા, શાકભાજીને પરિવહન સમયે
બગડતા અટકાવી શકાશે.આ સિદ્ધિ બદલ
કુલપતિડો. વી.પી. ચોવટિયા,ડો. ડી.આર.મહેતા,
ડો. એન. કે. ગોટિયા તેમજ યુનિવર્સિટીના સ્ટાફે
ખુશી વ્યકત કરી સંશોધકોને શુભેચ્છા પાઠવી છે. ખાનાવાળા ફોલ્ડીંગ બોક્ષની વિશેષતા
બોક્ષ સંપુર્ણ ફોલ્ડ કરી શકાય છે, કાણાના
કારણે પરિવહન દરમિયાન હવાની અવર જવર
રહે છે,ચાર સ્તરનું હોય ફળ, શાકભાજી અલગ
રાખી શકાય છે, સાઇઝ મુજબ ફેરફાર કરી
શકાય છે, પરિવહન બોક્ષથી સ્થળાંતર કરવાથી
ફળો, શાકભાજીને નુકસાન કે બગાડ થતો નથી
તેમજ તેના સ્વાદ, સુગંધ,કલર, પરિપક્વતા,
સખ્તાઇ જળવાઇ રહે છે, અનેક વખત ઉપયોગ
કરી શકાય છે,બોક્ષનું વજન 1.5 કિલો છે જેમાં
10 કિલો ફળ- શાકભાજી સમાય છે.
સરળતાથી પરિવહન થઇ શકે છે
આ બોક્ષના ઉપયોગથી કોથળામાં સ્થળાંતર
કરવાની પદ્ધતિની સરખામણીએ ફળો-
શાકભાજીને ઓછું નુકસાન થાય છે. સાથે રોડ,
રેલવે, દરિયાઇ અને હવાઇ માર્ગે સરળતાથી
પરિવહન થઇ શકે છે.