ભારત દેશએ કૃષિ પ્રધાન દેશ છે.  સરકાર દ્વારા પણ ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી સારું ઉત્પાદન પ્રાપ્ત કરે એના માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. પોરબંદર જિલ્લાના  એક ખેડૂત બાલુભાઈ પણ પ્રાકૃતિક ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણસ્રોત બન્યા છે.

આ તકે ખેડૂત બાલુભાઈ ભૂતિયાએ જણાવ્યું કેહું છેલ્લા ઘણા સમયથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું. આજના આધુનિક યુગમાં જ્યારે પેસ્ટીસાઇડ્સ તથા યુરિયા જેવા ખાતરને લીધે જમીનની ગુણવત્તામાં ઘટાડો થયો છે તથા પાક ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે પ્રાકૃતિક ખેતી જમીનો માટે વરદાનરૂપ સાબિત થઈ શકશે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં દેશી ખાતર ઉપયોગ કરવામાં આવે છે. તથા જીવામૃત થકી પાકના ઉત્પાદનમાં ઘણો ફાયદો થયો છે. તેમજ પ્રાકૃતિક ખેતી લોકોના સ્વાસ્થય માટે પણ ફાયદાકાક છે. સરકારશ્રી દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ગાયના નિભાવ ખર્ચ પેટે રૂ.૫૪૦૦ સહાય આપવામાં આવે છે. સરકાર અનેકવિધ યોજનાઓ થકી ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં તથા લોકોના આરોગ્યની કાળજી માટે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપે છે. આ માટે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનુ છું તથા ખેડૂતોને અપીલ કરું છું કે તેઓ પણ પ્રાકૃતિક ખેતી કરે.