ગીર-સોમનાથ જિલ્લામા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો,તેમજ પ્રા.આ. કેન્દ્રો પર વિશ્વ હૃદય દિવસ”ની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ. તા.૨૯:ગીર સોમનાથ જિલ્લામાં “વિશ્વ હૃદય દિવસ” (World Heart Day) નિમિતે જિલ્લાના તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો, પ્રા.આ. કેન્દ્રો પર “વિશ્વ હૃદય દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં આરોગ્ય સ્ટાફ દ્વારા દર્દીઓના બ્લડ પ્રેશર તપાસવામાં આવ્યા હતાં તથા હાર્ટ એટેક વિષે માહિતગાર કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા દ્વારા બિરદાવવામાં આવ્યો હતો
૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
ચોક્સી કોલેજ વેરાવળમાં જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા POCSO Act અંગે માર્ગદર્શન અપાયું
શ્રી સોમનાથ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી સી.પી.ચોક્સી આર્ટ્સ અને શ્રી પી.એલ.ચોક્સી કોમર્સ કોલેજ વેરાવળ દ્વારા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ - ગીર સોમનાથ દ્વારા “Awareness Campaign on POCSO Act" અને આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ. જેમાં માં,કે.જે.દરજી સાહેબ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજશ્રી, માં,પટેલ સાહેબ લીગલ ઓફિસરશ્રી, એડવોકેટ બકુલાબેન, જોશીભાઈ તેમજ વનિતાબેન રામ કોન્સ્ટેબલ વેરાવળ, ઉપસ્થિત રહી POCSO Act અંગે વિગતવાર માહિતી માર્ગદર્શન આપેલ, અને સાથે સાથે ટકોર પણ કરેલ કે આવી નકારાત્મક પ્રવૃત્તિઓથી દૂર રહેવું તથા આવી કોઈ સમસ્યારૂપ પરિસ્થિતી નિર્માણ થાય તો સ્વબચાવ માટે ૧૦૦,૧૮૧નો તત્કાળ સહારો લઈ વિભાગને તાત્કાલિક જાણ કરી શકાય. આવી ઘટનાઓ ઉપર નિયંત્રણ લાવવા માટે POCSO Act હેઠળ ફરિયાદ કરી શકાય અને તેની તમામ બાબતો ગુપ્ત રાખવામા આવે છે. તે અંગે માં .કે.જે.દરજી સાહેબ દ્રારા વિગતવાર માહિતી આપવામાં આવેલ. ઉપસ્થિત તમામાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત પ્રિ. શ્રી એમ. ડી. ઝોરા સાહેબ દ્વારા કરવામાં આવેલ, સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ડૉ.એ.એમ.ચોચા દ્વારા તેમજ સમાપન ડૉ. કૃતિકાબેન ચૌધરી દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં સમગ્ર સ્ટાફ અને બહોળી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.