રાધનપુર રાપરિયા હનુમાનજી મંદિર નવીન બનાવી જીણોદ્ધાર કરાશે.

મંદિર સામે 19 નવીન નાના મંદિરો બનાવી અન્ય દેવી દેવતાની પ્રતિષ્ઠા કરાશે.

        રાપરિયા હનુમાનજી મંદિર આશ્રમ ખાતે તાજેતરમાં મળેલી કારોબારીની બેઠકમાં હનુમાનજી આશ્રમ ખાતે આધુનિક પ્લાન મુજબ નવીન મંદિર સાથે બાગ બગીચા અને સમાજ વાડી બનાવવા માટે આખરી ઓપ આપવામાં આવ્યો હતો.જેનું કામકાજ ટૂંક સમયમાં શરૂ થનાર હોવાનું રામાનંદી સાધુ સમાજના પ્રમુખ ચંદુભાઈ સાધુએ જણાવ્યું હતું.

      રાધનપુર રાપરિયા હનુમાનજી મંદિર સમગ્ર રામાનંદી સાધુ સમાજ સહિત અન્ય દરેક સમાજનું શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બન્યું છે.દરેક શનિવાર અને મંગળવાર દાદાના દરબારમાં હનુમાનજીના ભક્તો શ્રીફળ વડા તેમજ અન્ય પ્રસાદ ચડાવવા ભીડ જામેં છે.નિજ જગ્યાએ મંદિર આશ્રમની સ્થાપના થઇ ત્યારથી અન્નક્ષેત્ર ચાલે છે.હાઇવે પરથી પસાર થતા પગપાળા યાત્રિકો હોય કે કોઈ પણ મુસાફર ભૂખ્યો જતો હોય તો દાદાના ધામમાં ભોજન પ્રસાદ આપવામાં આવે છે.વઢિયાર પંથકમાં રાપરિયા હનુમાનજી મંદિર શ્રદ્ધાનું સ્થાનક થયું છે. 

 તાજેતરમાં મળેલી કારોબારીની બેઠકમાં નવીન મંદિર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો તેને બહાલી આપવામાં આવી છે..જેમાં હનુમાનજીની મૂર્તિનું સ્થાપન જૈસે થે રાખી ને બંસીપાલ પત્થરમાં નવીન મંદિર બનાવી જીણોદ્ધાર કરવામાં આવનાર છે.

મંદિર પરિસર અને તેનો પ્લાન કેવો હશે.

હનુમાનજી નવીન મંદિર સહીત સમાજવાડી અને રમણીય બગીચો બનાવવામાં આવનાર છે.

જેમાં રાપરિયા હનુમાનજીનું નવીન મંદિર 550 ચો.ફુટ,

યાત્રિકોને આરામ કરવા હરવા ફરવા બગીચો અને બાળકોને રમત ગમત ના સાધનો સાથે ચિલ્દ્રનપાર્ક ક્રીડાગણ,અફીસ,તથા કોંફરન્સ રૂમ 2497 ચો.ફૂટ મા.

મલ્ટીપર્પઝ હોલ એટલે સમાજ વાડી 7922 ચો.ફુટ,ના એરિયામાં બનાવવાનું આયોજન આર્કિટેક ના પ્લાન મુજબ તૈયાર કરવામાં આવ્યું છે.ગ્રાઉન્ડ ફ્લોરમાં હનુમાનજીના મંદિરની સામે નાના અન્ય દેવી દેવતાના 19 આરસપાન ના પથ્થરથી મંદિર બનાવવામાં આવનાર છે.મુખ્ય પ્રવેશ દ્વાર અને બહાર નીકળવા માટેનો દરવાજો અલગ બનાવવા આવતા કુલ બે મુખ્ય દ્વાર બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે.કુલ હાલમાં એક કરોડ ઉપરાંત નાણાંનો ખર્ચ કરવામાં આવનાર હોવાનું પ્રમુખ ચંદુભાઈ સાધુએ જણાવ્યું હતું.

વઢિયાર વિભાગ રામાનંદી સાધુ સમાજના કુળદેવ રાપરિયા હનુમાનજી રાપર ખાતે છે.જે સમાજમા પ્રથમ પુત્રની બાબરી હોય કે બાધા આખડી રાપર કચ્છ ખાતે જઇ ને કરવામાં આવતી હતી.પણ સમાજે 20 વર્ષથી વઢિયાર સમાજે રાધનપુર હાઇવે ખાતે નવીન આશ્રમ સાથે મંદિર બનાવી રાપર થી દાદાની જ્યોત લાવી રાપરિયા હનુમાનજીની સ્થાપના કરવામાં આવી હતી.જે વિસ્તારમાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બન્યું છે.નિજ જગ્યા પર નવીન મંદિર બનાવી જીણોદ્ધાર કરવામાં આવનાર છે.