દર વર્ષે ૨૮ સપ્ટેમ્બરના રોજ હડકવાની રસીના શોધક લુઇસ પાશ્ર્વરની ડેથ એનિવર્સરીના પ્રસંગને વર્લ્ડ રેબિઝ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે વન હેલ્થ ઝીરો ડેથના થીમ પર તાલુકા હેલ્થ કચેરી રાજુલા તળેના આરોગ્ય કેન્દ્રો દ્વારા ગામના લોકોને ભેગા કરી રેબીઝ એટલે કે હડકવાનો રોગ કઈ રીતે ફેલાય છે તેના લક્ષણો અને સમયસર સારવાર દ્વારા કઈ રીતે અટકાવી શકાય તેમજ સમયાંતરે પાલતુ પ્રાણીઓને રસી આપવી વિગેરે વિશે વિગતવાર માહિતી તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરિયા,સીએચઓ ડૉ.હિમા હડિયા,વૈભવી લાડુમોર,મેઘના મકવાણા અને આશા હડિયા સહિતના આરોગ્ય સ્ટાફ દ્વારા આપી લોકોને જાગૃત કરવા માટેના પ્રયત્નો કરવામા આવેલ તેમજ હડકવા વાયરસ ચેપગ્રસ્ત પ્રાણીઓની લાળગ્રંથિઓમાં હાજર હોય છે જ્યારે આ ચેપગ્રસ્ત પ્રાણી કોઈને કરડે છે ત્યારે આ વાઇરસ ઘા દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે પછી તે મગજ સુધી પહોંચે છે અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં સ્થાપિત થાય છે જેના લક્ષણો ખૂબ લાંબા સમયે જોવા મળે છે જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો આ રોગ જીવલેણ સાબિત થાય છે હડકવા માટે કોઈ ઈલાજ નથી પરંતુ જો આ રોગ થાય તે પહેલા જરૂરી સાવચેતી અને સારવાર લેવામાં આવે તો તેને ટાળી શકાય છે.ચેપગ્રસ્ત પશુના કરડીયા પછી તરત જ ઘાને સાબુ,સાફ પાણી,સ્પિરિટ અને એન્ટીસેપ્ટિક સોલ્યુશન દ્વારા સાફ કરવો જોઈએ અને ૨૪ કલાકની અંદર ડોકટરની સલાહ અનુસાર એન્ટી રેબીઝ સિરમ લઈ લેવુ હિતાવહ છે જે હેલ્થ ઓફિસર ડૉ.એન વી કલસરીયે જણાવેલ

રિપોર્ટર: ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી.