વડોદરા મહાનગર પાલિકા દ્વારા રૂ ૮.૧૪ કરોડના ખર્ચે ગોરવા ITI થી લોટસ પ્લાઝા તરફના 24 મીટર રોડના વોલ ટુ વોલ કરવાના કાર્યનું ખાતમુહૂર્ત માનનીય માર્ગ અને મકાન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલજી ના વરદહસ્તે કરવામાં આવ્યું.આ

કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, મેયર શ્રી કેયુરભાઈ રોકડીયા, ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ સુખડીયા, શહેર અધ્યક્ષ ડૉ વિજયભાઈ શાહ, ડેપ્યુટી મેયર શ્રીમતી નંદાબેન જોષી, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ હિતેન્દ્રભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિનીબેન અગ્રવાલ સાથે કોર્પોરેટશ્રીઓ, અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.