સાવરકુંડલામાં અગાઉ થયેલ ઝઘડા મુદ્દે જૂની અદાવતનું મનદુઃખ રાખી યુવક પર પાઇપ વડે ૨-જણા એ હુમલો કર્યો સાવરકુંડલામા રહેતા એક યુવકને અગાઉનુ મનદુખ રાખી અહી જ રહેતા બે શખ્સોએ છરી અને લોખંડની ટોમી વડે મારમારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમા ફરિયાદનોંધાવી છે.અહીની જલારામ સોસાયટીમા રહેતા અરવિંદભાઇ સોમાભાઇ નગવાડીયા ઉ.વ .૨૮, નામના યુવાને સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે આજથી એક મહિના પહેલા ઝઘડો થયો હતો.તે મુદે પ્રદિપ કનુભાઇ કણજરીયા અને ભાવેશ મનુભાઇ જાદવ નામના શખ્સોએ તેની સાથે બોલાચાલી કરી હતી . તેઓ પોતાના સસરાના ઘરે હતા ત્યારે આ બંને શખ્સો ત્યાં લોખંડની ટોમી અને છરી સાથે આવ્યા હતા અને તેના પર હુમલો કરી દીધો હતો . આ ઉપરાંત ગાળો આપી મારી નાખવાની ધમકી પણ આપી હતી . બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ માધવજીભાઇ ડાભી આગળની તપાસ ચલાવી રહ્યાં છે

રીપોર્ટર.... ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી