ખંભાત તાલુકાના સાયમા ખાતે પત્નીએ પતિની હત્યા કર્યાનો પર્દાફાશ થયો છે.એક સપ્તાહ પૂર્વે પત્નીએ પતિની હત્યા કરી હોવા છતાંય પોલીસને ગેરમાર્ગે દોરતી હતી.ચાર કલાક સુધી પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરી હતી. અને આખરે પત્નીએ જ પતિની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.ખંભાત ગ્રામ્ય પોલીસે પત્ની રેખાબેન ચૌહાણ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
(સલમાન પઠાણ-ખંભાત)