ભારત વિકાસ પરિષદ પોરબંદર દ્વારા યોજાયેલ 
"ભારત કો જાનો " પ્રશ્નમંચ 2022 માં પોરબંદરની નવયુગ વિદ્યાલય તથા સરકારી કન્યાશાળા (છાયા )ની ટીમ વિજેતા બની.

વિજેતા ટીમ આગામી  2 ઓક્ટોબરના રોજ રાજકોટ ખાતે  યોજાનાર સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત ભારત કો જાનો પ્રશ્નમંચ 2022 માં ભાગ લેશે  

ભારત વિકાસ પરિષદ સંસ્થા દ્વારા સમાજના જુદા જુદા વ્યવસાયોનો વિભિન્ન ક્ષેત્રોમાં કામ કરતા શ્રેષ્ઠ લોકોનું બિન રાજકીય તથા સમાજસેવી સંસ્કૃતિ રાષ્ટ્રીય સંગઠન છે આ સંસ્થા દ્વારા સમાજના સર્વાંગી વિકાસ સાધવાનો ઉદ્દેશ છે જેમાં વિકાસની વ્યાખ્યામાં સામાજિક સાંસ્કૃતિક, શૈક્ષણિક, નૈતિક અને રાષ્ટ્રીય તથા માધ્યમિક વગેરેનો સમાવેશ થાય છે આ હેતુથી ભારત વિકાસ પરિષદ દ્વારા ભારતભરમાં ભારત કો જાનો  પ્રશ્ન મંચ નું આયોજન કરવામાં આવ્યું હતું.

 પોરબંદરના યુવાનોનું ભાવિ ઉજ્જવળ બને તે હેતુસર ભારત વિકાસ પરિષદની પોરબંદર શાખા દ્વારા પોરબંદરમાં પણ આ પ્રશ્નમંચ નું આયોજન કરવામાં આવ્યું હતું. ગત 25 મી સપ્ટેમ્બર ના રોજ ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ ખાતે યોજાયેલ  પ્રશ્ન મંચમાં  પોરબંદરની  59 જેટલી શાળાઓમાંથી પ્રાથમિક માધ્યમિક મળી કુલ 120   જેટલા વિદ્યાર્થીઓની લેખિત 30 પ્રશ્નોની લેખિત પરીક્ષા યોજાઈ હતી જેમાંથી માધ્યમિક તેમજ પ્રાથમિક શાળા પાંચ પાંચ ટીમો વિજેતા બની હતી.વિજેતા બનેલ શાળાની ટીમનો  પ્રશ્નમંચ  યોજાયો હતો જેમાં માધ્યમિક વિભાગમાં નવયુગ વિધાલય પોરબંદરના ચાવડા કાર્તિક ભુપતભાઈ તથા પાંડાવદરા જયેશ જીવાભાઈ તથા પ્રાથમિક વિભાગમાં સરકારી કન્યાશાળા (છાયા) ચાવડા જીયા લાખાભાઈ તથા અવની વિજયભાઈ  વિદ્યાર્થીનીઓએ  પુછાયેલ પ્રશ્નોના  સાચા જવાબ આપતા વિજેતા બની હતી   આ સ્પર્ધામાં માધ્યમિક અને પ્રાથમિક લેવલે પ્રથમ આવનાર બન્ને ટીમને આગામી 2 ઓક્ટોબરના રોજ રાજકોટ ખાતે યોજાનાર સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત લેવલના ભારત કો જાનો પ્રશ્નમંચમાં ભાગ લેશે,જેમાંથી પ્રથમ આવનાર ટીમ રાષ્ટ્રીય કક્ષાએ 7મી જાન્યુઆરી 2023,ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશમાં ભાગ લેશે .તમામ સ્પર્ધકો ને ભારત વિકાસ પરિષદપોરબંદર શાખાના સભ્યો તથા પ્રમુખ ઉપ્રમુખ અને સંયોજકોના વરદહસ્તે પ્રમાણ પત્ર આપવામાં આવ્યું હતું તેમ આ પ્રકલ્પના સંયોજક હરદત્તપુરી ગોસ્વામી એ જણાવ્યું હતું

ભારત વિકાસ પરિષદ પોરબંદરશાખા દ્વારા યોજાયેલ ભારત કો જાનો પરીક્ષા માં પોરબંદરની 59 જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં 2035 જેટલા વિદ્યાર્થીઓની શાળામાં જઈને પરીક્ષા લેવાઈ હતી, જેમાં ભારત વિકાસ પરિષદના સભ્યોએ અથાગ મહેનત કરી આ પ્રકલ્પને સફળ બનાવ્યો હતો  આ પ્રકલ્પના ભારત વિકાસ પરિષદ પોરબંદરના પ્રમુખ કમલેશભાઈ ખોખરી સ્વાગત વિધિ કરેલ હતી સંયોજક હરદત્તપુરી ગોસ્વામી, સહ સંયોજક કિરીટભાઈ જોશી,પ્રમુખ કમલેશભાઈ ખોખરી, મંત્રી નિધિ શાહ,ઉપપ્રમુખ વિનેશ ગોસ્વામી, દુર્ગાબેન લાદીવાલા,પ્રો.(ડો.)નયનભાઈ ટાંક ,પંકજભાઈ ચંદારાણા ,નિમેષભાઈ ગોંડલીયા, ચૈતાલીબેન મસાણી ,મીનાબેન પાનખાણીયા , મીનાક્ષીબેન ગજ્જર,પ્રદીપભાઈ ગજ્જર,કૃણાલ ગોસ્વામી,ચિરાગ પટ્ટણી,નિવેદિતાબેન જોશી,મહેન્દ્રભાઈ બોરીસાગર, નાથાભાઈ દાસા ,જીતેશભાઇ ભાલાણી ,કેતનભાઈ હિંડોચા, કૃપાબેન સવજાણી, મનોજભાઈ પંડ્યા,હરીશભાઈ બોરસીયા,પ્રો(ડો.)ભાવના બેન મશરુ,ભાવનાબેન છેલાવડા તથા અતુલભાઇ જોષી તથા  સહીત તેમજ ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખાના તમામ કાર્યકરો દ્વારા પણ સુચારુ  વ્યવસ્થાપન  કરવામાં આવ્યું હતું .તેમજ પોરબંદર ની તમામ શૈક્ષણિક સંસ્થાઓના આચાર્ય તેમજ શિક્ષકગણનો પૂરતો સહયોગ આપ્યો હતો જે બદલ તમામ શૈક્ષણિકગણ સંસ્થાઓનો ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા વતી નિધિ શાહે આભાર વ્યક્ત કર્યો હતો.