નાઈ સમાજ સુધારણા ના નિયમો જાહેર...સંવત ૨૦૮૦ ના માગસર સુદ - ૧૩ ને રવિવાર તા. ૨૪/૧૨/૨૦૨૩ ના થરાદ નાઈ સમાજની વાડીમાં વાવ, થરાદ, સાડસત, રાસી પંથક પ્રગણાના સેન સમાજ બંધુઓ સમાજ સુધારણાના નિયમો બનાવવામાં આવ્યા છે તે નીચે મુજબ છે..૧. લગ્ન કરેલ વર કન્યાઓના પાકા સગપણ જે નાઈ સમાજમાં લગ્ન તોડે તો જે ગુનેગાર છે તેને રૂા. ૮,૦૦,૦૦૦/- નો વ્યવહાર સમાજમાં ભરવાનો રહેશે.2..જે નાઈ બંધુઓ ફકત સગાઈ કરેલ (કાચા સગપણ) તોડે તો ગુનેગારને રૂા. ૪,૦૦,૦૦૦/- નો વ્યવહાર સમાજમાં ભરવાનો રહેશે.૩. કન્યા જયારે લગ્ન કરી પોતાના સાસરે જાય ત્યારે વર પક્ષવાળાની બહેનોએ માંડવો જુડવો નહી.કન્યાને ઓઢણું ઓઢાડવાનો નિયમ સંપૂર્ણ બંધ કરવામાં આવે છે. ૪. વર-કન્યા જયારે લગ્ન કરી સાસરે જાય ત્યારે દાયજામાં ફક્ત કાસાનું તાસળું, પાટ, પીતળનો ગોળો માં માટલા તરીકે આપવો તે સિવાય કોઈ અન્ય વસ્તુઓ આપવી નહી... ૫. મામેરું દિવસ દરમ્યાન લઈ જવું રાતનો નિયમ બંધ કરવામાં આવે છે..૬. ભાઈ જયારે તેની બહેનના ઘરે મામેરું લઈને જાય ત્યારે બહેને તેના ભાઈને ઓઢામણી તરીકે રૂા. ૨૧૦૦/- આપવા બાકીના ભાઈઓને કોઈપણ પ્રકારની ઓઢામણી કરવી નહી.....ગંગાથાળીમાં ફક્ત જમણવાર રાખવો લોટા-થાળી આપવી નહી જમણવારમાં આવનાર નાઈ ભાઈઓએ કોઈપણ પ્રકારનો ચાંદલો કરવો નહી....દેવી-દેવતાઓની પ્રાણપ્રતિષ્ઠામાં આવનાર સગાસંબંધીઓએ ચાંદલો કરવો નહી ફકત મંદિરમાં યથાશકિત પ્રમાણે દાન આપવું.......લગ્ન પ્રસંગ કે મરણ પ્રસંગમાં ફકત સાકરથી કાકરી વાપરવી... કોઈપણ પ્રકારનો રસ કે કોડા ગાળવા નહી....લગ્ન પ્રસંગમાં સિગારેટ વાપરવાની બંધી કરવામાં આવે છે.......વર-કન્યાના સગપણ જો બન્ને કન્યા પક્ષ તથા વર પક્ષ ના વેવાઈઓ આપ મેળે છુટાછેડાની પટાવટ કરે તો બન્ને પક્ષોએ ૫ બોરી અનાજ તથા બન્ને જોડેથી ૨,૫૦,૦૦૦/- રૂપિયા ૨,૫૦,૦૦૦/- રૂપિયા સમાજમાં આપવાના રહેશે....સમાજના પંચોની હાજરીમાં કોઈપણ પ્રકારના સગપણ બાબતની પતાવટ થાય જે ઈસમને ગુનેગાર કરે તેને સામેના પક્ષે નાણાકીય બાબતનો વ્યવહાર આપવાનો થાય તો દંડ લેનાર સમાજ ભેગી કરે જે ખર્ચ થાય તે આપવો બાકીનો વ્યવહાર સમાજની વાડીમાં કે જે તે સંસ્થામાં જમા કરાવવાનો રહેશે.....સમાજના સગપણ ટુટ-ભાગમાં જેવો ગુનો તેવો દંડ લેવામાં આવશે તેમાં કોઈપણ સમાજનો નિયમ લાગુ પડશે નહી.......કન્યા લગ્ન કરી તેના સાસરે જાય ત્યાર બાદ તેના માત-પિતાએ દિવાળી કે ઉતરાયણની રાહ જોવી નહી તેના સાસરેથી તેડવા આવે ત્યારે તેના ઘરે મૂકી દેવી કોઈપણ આનાકાની કરવી નહી....... ૧૫. સામસામે છોકરી છોકરાના સાટા પેટે સગપણ કરેલ હોય તો તથા પરણાવેલ હોય તો કોઈપણ એક પક્ષની કન્યા કવાય (મૃત્યુ પામે) તો બીજુ સાટુ માંગવું નહી બીજુ સાટુ માંગસે તો સમાજનો ગુનેગાર ગણાશે.....કન્યા ઉપર લાયક થાય એટલે કે ૧૮ વર્ષની થાય ત્યારે તેના લગ્ન કરી નાખવા.... સામ-સામે સાટા પ્રસંગમાં એક પક્ષની બાઈ ઉમર લાયક એટલે કે ૧૮ વર્ષની થાય ત્યારે લગ્ન કરી નાખવા સામે વાળા પક્ષની બાઈ નાની હોય તો સામ-સામા લગ્ન કરવાની જીદ કરવી નહી.....મરણ પ્રસંગમાં માઁ-બાપની પાછળ જે તે ઘર માલિક શક્તિ પ્રમાણે અન્નવેરો કરવો બે ધાન કરવાં તેમની પાછળ નાત કરવી તથા ઈચ્છા પ્રમાણે શૈક્ષણિક સંસ્થામાં કે ઢીમા શ્રી સેનજી મહારાજ મંદિરમાં દાન આપવું..... કોઈપણ સમાજના પ્રસંગમાં કોઈપણ પ્રકારનો કેફી પીણું કે દારૂ પી ને જવું નહી નહીતર સમાજના ગુનેગાર ગણી રૂા. ૧૧૦૦૦/- દંડ ભરવાનો રહેશે....સમાજના તોડ-ભાંગના પ્રસંગમાં પોતાના સમાજ સિવાય બીજી સમાજના માણસો લાવવા નહી....મરણ પ્રસંગમાં દાબડી પેટે રૂપિયા ૨૦/- આપવાના રહેશે..... મોબાઈલ બાબતમાં વહુ કે દિકરી ફક્ત સાદો મોબાઈલ રાખવાનો રહેશે સરકારી નોકરી તથા બણતર કરતી દિકરીઓ ભણતરના હેતુ માટે સ્માર્ટ ફોનનોઉપયોગ કરી શકશે.... વહુ કે દિકરી ભાગવાના કિસ્સામાં પીયર પક્ષના લગવાડથી જાય તો પીયર પક્ષનો રૂ।. ૨,૦૦,૦૦૦/- દંડ તથા સાસરી પક્ષના લગવાડથી જાય તો સાસરી પક્ષનો રૂા. ૨,૦૦,૦૦૦/- દંડ ભરવાનો રહેશે....કોઈપણ નાઈ સમાજનો માણસ પોતાના ગામમાં પોતાના ગરાગોમાં વાસણ ઘસવા/વાસણ ધોવા કે કપડાથી પવન નાખવો નહી ફકત ચા-પાણી કે ગામમાં નોતરાનું કામ કરવાનું રહેશે બાકી સમાજ દ્વારા રૂા. ૧૧૦૦૦/- દંડ વસુલવામાં આવશે....સમાજના લગ્ન તોક-ભાગમાં કોઈપણ આગેવાન કોઈપણ ગુનેગારને અંગત રીતે સાથ આપશે તો જે માણસ આ કામમાં જણાય તેનો રૂા. ૫૧૦૦૦/- દંડ કરવામાં આવશે દંડ નહી ભરે તો સમાજનો વ્યવહાર બંધ કરવામાં આવશે....છોકરા-છોકરીઓના લગ્ન ટુટ-ભાગમાં જે સામ-સામે આક્ષેપો કરે છે તે આક્ષેપો સાચા પુરવાર કરવાના રહેશે તેવા કિસ્સામાં બન્ને પ્રગણાના પ્રમુખોને નિર્ણય કરવાનો રહેશે.... આજ કાલની યુવા પેઢી એમ.ડી. ડ્રગ્સના રવાડે ચડી છે આવા કિસ્સાઓમાં સમાજના કોઈપણ ડ્રગ્સ ખાનાર તથા ડ્રગ્સ વેચનાર ઇસમને રૂા. ૫૧૦૦૦/- નો સમાજ દ્વારા દંડ વસુલવામાં આવશે.... સમાજના પંચો ઉપર પંચાયતી કર્યા પછી કોઈપણ પક્ષ પંચોને ફેરાન પરેશાન કરે તો તેનો સમાજ દ્વારા રૂા. ૩,૫૧,૦૦૦/- દંડ કરવામાં આવશે તથા સમાજના સ્વ ભંડોળ માંથી તેને છોડાવવા માટે મદદ કરવાની રહેશે....સમાજના સામાજીક કામમાં તથા સગપણના કામમાં કોઈપણ દેવી-દેવતાને ભળાવશે તો રૂા. ૩,૦૦,૦૦૦/- દંડ કરવામાં આવશે. ૩૦. સમાજના સમુહલગ્ન ઉપર ભાર મુકવો કારણ કે ખોટા ખર્ચાઓથી બચી શકાય તથા કન્યાઓને ટ્રસ્ટના માધ્યમથી લગ્ન કરવામાં આવે તો સરકાર તરફ થી રૂ।. ૨૫૦૦૦/- નો લાભ આપવામાં આવે છે. ૩૧. લગ્ન પ્રસંગે ડીજે વગાડવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ રાખેલ છે તદ ઉપરાંત કોઈપણ ઈસમ દ્વારા ડીજે વગાડવામાં આવશે તો સમાજ દ્વારા રૂા. ૫૧૦૦૦/- દંડ વસુલવામાં આવશે. પ્રાણપ્રતિષ્ઠા કે દેવી દેવતાઓના પ્રસંગમાં ડીજે વગાડી શકશે...નોંધ :- આ નિયમો ઉપરના તમામ પ્રગણાના પ્રમુખો તથા તમામ પ્રગણાના સામાજીક આગેવાનોની હાજરીમાં પોતાના હસ્તાક્ષરો કરી તમામ નિયમોનો ઠરાવ કરેલ છે...

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं