મહેસાણા : સુરતના કામરેજ પોલીસ મથકમાં નોંધાયેલા NDPSના ગુનામાં સંડોવાયેલા આરોપી છેલ્લા ઘણા સમયથી પોલીસને ચકમો આપી ફરાર હતો.ભાંગેલા આરોપી મામલે મહેસાણા SOG ટીમને બાતમી મળતા તેણે મીરા દાતાર ખાતેથી ઝડપી પાડ્યો હતો.

મહેસાણા SOG ટીમ ઉનાવા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીગ પર હતી એ દરમિયાન સ્ટાફને બાતમી મળી હતી કે સુરતના કામરેજ પોલીસ મથકમાં નોંધાયેલ NDPSના ગુન્હામાં સંડોવાયેલ આરોપી ફકીર મોઇન હાલમાં ઉનાવાના મીરા દાતાર ખાતે આવ્યો છે.બાતમી મળતા પોલીસે ઉનાવા જઇ તપાસ કરતા આરોપી ઝડપાઇ ગયો હતો તેમજ વધુ તપાસ માટે તેણે સુરત કામરેજ પોલીસને સોંપવામાં આવ્યો હતો.