સાવરકુંડલા તાલુકા ખડસલી ગામે પાણી પુરવઠા તંત્રનું ઓરમાન ભર્યું વર્તન.
સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામ ના વાડી વિસ્તારમાં પસાર થતી નર્મદાની પાઇપલાઇન જે ઘણા સમયથી લીકેજ હોય આ લીકેજ પાઈપ લાઈનની અનેક વાર રજૂઆતો કરેલ હોવા છતાં પણ પાણી પુરવઠા વિભાગ દ્વારા બેકાળજી વર્તન નો ભોગ મૂંગા જાનવર બનતા હોય છે.
તારીખ 24 ના રોજ મનસુખભાઈ પોપટભાઈ મકવાણા ની માલિકીની ભેંસ આ ખાડામાં પડી જવાથી ભેંસને મોટા ભાગે ઈજા પહોંચી હતી. સરકારી તંત્રની બેદરકારીને કારણે તકલીફ મૂંગા જાનવર ને પડતી હોય છે અને અવારનવાર પાણી વહેતું હોવાથી ખેડૂતોને પણ મુશ્કેલી વધતી જાય છે. જેના કારણે રોજ અને ભૂંડનો ત્રાસ પણ ખેડૂતો સહન કરતા હોય છે. આ ભેંસને કાઢવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરી ખાડા માંથી બહાર કાઢવામાં આવી હતી. ગરીબ પરીવાર પર આફત અને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. જે પાણી પુરવઠા બોર્ડ ના તંત્રને કારણે ગરીબ પરીવારને મોટી અસર જોવા મળી હતી.
તાત્કાલિક ધોરણે આ પાઇપલાઇન રીપેરીંગ નહીં કરવામાં આવે તો હજુ પણ આવા અકસ્માતો થતાં રહેશે
રિપોર્ટ દિલીપ વાઘેલા સાવરકુંડલા