મહિલા આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા મહિલા અને બાળ આધિકારીશ્રીની કચેરી, નડિયાદ, જી.ખેડા તથા જિલ્લા રોજગાર અધિકારીશ્રીની કચેરી, નડિયાદ, જી.ખેડા તથા ખેડા જીલ્લા વહીવટી તંત્ર દ્રારા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ તા.૦૩/૦૮/૨૦૨૨ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે યુ. ટી. એસ. મહિલા આર્ટ્સ કોલેજ, મીલરોડ પર સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવેલ છે.
ખેડા જીલ્લાની ગંગા સ્વરૂપા (વિધવા) આર્થિક સહાય યોજના અન્વયે ૧૮ થી ૪૦ વર્ષની સહાય મેળવતી ગંગાસ્વરૂપા બહેનો તથા જીલ્લાની અન્ય યુવતીઓ કે જે ધો.૧૦ પાસ ધો.૧૨ પાસ, I.T.I (COPA) પાસ કે સ્નાતક શૈક્ષણિક લાયકાત ધરાવતી બહેનો હોય તેમને રોજગારીની એક તક મળશે.તેમજ ઉક્ત જણાવેલ લાયકાત ધરાવતી રોજગાર ઈચ્છુક ગંગા સ્વરૂપા બહેનો તથા અન્ય યુવતીઓને બે પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ,અભ્યાસ, લાયકાત અનુભવના પ્રમાણપત્રની બે નકલ બાયોડેટા સહ ઉપસ્થિત રહી રોજગાર મેળાનોલાભ લેવા જાહેર આમત્રણ છે.