ગુજરાત યુનીવર્સીટીના અર્થસાયન્સ વિભાગ દ્વારા આર્ટ્સ કોલેજ ફતેપુરામાં જીયોટેગ કોવીંડ વોરિયર બનાવવા માટેની બે દિવસની કાર્યશાળા ૨૭ અને ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ યોજાઈ .
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
આ કાર્યશાળા DST ના NCSTC સેલ દ્વારા પ્રાયોજિત કરવામાં આવી હતી. આ કાર્યશાળામાં આર્ટ્સ કોલેજના ૩૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમને અર્થસાયન્સ વિભાગના વડા શ્રી ડૉ.શિતલ શુક્લાએ જ્યોગ્રાફિક ઇન્ફોર્મેશન સીસ્ટમનો ઉપયોગ કોરોના મેપિંગ માટે કઈ રીતે થાય છે તેના પર માર્ગદર્શન આપ્યું. આ ઉપરાંત ઝાઈડસ મેડીકલ કોલેજના પ્રાધ્યાપિકા ડૉ.પારીજાત ગોસ્વામી અને ડૉ.પંકજ પંચાલે કોરોના કેવી રીતે પ્રસરે છે અને તેને રોકવા કઈ રીતે યુવાનોએ સાવચેત રહેવું જોઈએ તેના વિષે વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા. આ કાર્યશાળામાં વિદ્યાર્થીઓને જી.આઈ.એસ. , જી.પી.એસ. ટેગિંગ વગેરે ટેકનીક કમ્પ્યુટર લેબમાં શીખવવામાં આવી. આ કાર્યશાળાને સફળ બનાવવા માટે પ્રિન્સીપાલ ડૉ.મનહરભાઈ ચરપોટ અને સંયોજક ડૉ.દેશલરાજબા રાઠોડ તેમજ કોલેજના અન્ય પ્રાધ્યાપકોનો ખુબ મોટો ફાળો આપ્યો. આ કાર્યશાળા અંતર્ગત કોરોના કોગ્નીઝન્સની રમત શીવવામાં આવી. જે વિદ્યાર્થીઓએ કાર્યશાળામાંથી પ્રેરિત થઇને આઈ . કે . દેસાઈ શાળાના વિદ્યાર્થીઓને પણ કોરોના વિષે જાગૃતિ લાવવા માટેની પ્રવૃત્તિઓ કરાવી.