પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં ગે.કા.પ્રવૃત્તિ કરતા ઇસમોને પકડી તેઓના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ મિલકત સબંધી અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે પોસ્ટે વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરવા તેમજ આરોપીઓ શોધી કાઢવા અમરેલી જીલ્લા પોલીસને સુચના અને માર્ગદર્શન આપેલ હોય.જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે. ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ વંડા પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ.શ્રી પી.વી.પલાસ તથા વંડા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે ત્રણ ઇસમો અલગ - અલગ નબર પ્લેટ વગરની મો.સા લઇ ને વિરડી ગામના બસ સ્ટેન્ડ તરફ આવી રહેલ છે, જેથી તુર્તજ બાતમી વાળી જગ્યાએ જઈ અલગ-અલગ નબર પ્લેટ વગરની ત્રણ મોટરસાયકલ સાથે ત્રણ ઇસમોને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડેલ અને મો.સા અંગે સાધનિક કાગળો માગતા નહીં હોવાનું જણાવેલ જેથી સદરહું મોટરસાયકલ બાબતે મજકુર ઇસમોને પુછપરછ કરતા પોતે જણાવેલ કે સદરહું મો.સા.માંથી એક મો.સા સુરત મુક્ષ્મ ભાગલ ચોકડીથી આગળ BRTS ના બસ સ્ટેન્ડ પાસેથી ચોરી કરેલ. અને બે મો.સા વિઠ્ઠલવાડી બજરંગદાસ પેટ્રોલ પંપ પાસેથી. તથા વિશ્વકર્મા સર્કલ ભાવનગર ખાતેથી ચોરી કરેલાનું જણાવતા હોય. જે ચોરી કરેલ ત્રણ મોટરસાયકલની આશરે કિ.રૂ.૧,૫૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પકડાયેલા ત્રણેય ઇસમો વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે.તેમજ સુરત અને ભાવનગર પોલીસ કંટ્રોલ રૂમ ખાતે સદરહું બાબતે આગળની ઘટતી કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે . * પકડાયેલ આરોપીઓ (૧) ભૌતીકભાઇ જયંતીભાઇ બારડ ઉ.વ.૨૦, ધંધો.હીરાકામ, રહે.વિરડી, તા.સાવરકુંડલા જી.અમરેલી વાળો તથા બે બાળકિશોર.કબ્જે કરેલ મુદ્દામાલ : (૧) એક હોન્ડા કંપનીનું સીલ્વર તથા લાલ પટ્ટાવાળુ સીબી-શાઇન મો.સા. જેના રજી.નં. GJ-05-PB-3344 જેના ચેસીસ નંબર ME4JC654CH7059006 ના તથા એન્જીન નંબર JC65E71085075 વાળુ જેની આશરે કિંમત રૂ ૫૦૦૦૦/-(ર) એક લાલ તથા બ્લુ પટ્ટાવાળુ સ્પ્લેન્ડર પ્લસ મો.સા. જેના રજી.નં. GJ-04- DS-2097 જેના ચેસીસ MBLHAW114M5K02634 ના તથા એન્જીન નંબર HA11EVM5K52487 વાળુ જેની આશરે કિંમત રૂ.૫૦૦૦૦/-(૩) એક લાલ તથા બ્લુ પટ્ટાવાળુ સ્પ્લેન્ડર પ્લસ મો.સા. જેના રજી.નં.GJ-04- DE -2635 જેના ચેસીસ નંબર MBLHAR076.J5C05041 ના તથા એન્જીન નંબર HA10AGJ5C07555 વાળુ જેની આશરે કિંમત રૂ.૫૦૦૦૦/-મળી કુલ મુદ્દામાલ રૂ. ૧,૫૦,૦૦૦/-આ કામગીરી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓની સૂચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ વંડા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.શ્રી પી.વી.પલાસ તથા વંડા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે. રિપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.