કૃષિ સંશોધન કેન્દ્ર, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના,હારીજ તાલુકાના અડીયા ખાતે ચાલતી હોલીસ્ટીક એપ્રોચ યોજના અને આત્મા, પાટણના સંયુક્ત ઉપક્મે ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું.આ કાર્યક્રમની શરૂઆતમાં એન. એન. સાલવીએ પાકૃતિક ખેતીમાં પોષણ વ્યવસ્થાપન અંગે વિસ્તારથી માહિતી આપીને ખેડુતોને ગાય આધારીત પાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.એચ. એ. પટેલ દ્વારા ખેડુતોને પાકૃતિક ખેતીના વિવિધ આયામો જેવા કે આચ્છાદન, હ્યુમશ, જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત વગેરે વિશે વિસ્તારપુર્વક સમજ આપેલ અન્ય ખેડૂત વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને પાકૃતિક ખેતીમાં જંતુનાશક દવાઓના ઉપયોગમાં લેવાતી નીમાસ્ત્ર, અગ્નિસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને ફુગનાશક તરીકે બીજામૃત અને જુદા જુદા અર્કોની બનાવટ અને તેના ઉપયોગ વિશે વિસ્તારપુર્વક સમજાવેલ. ત્યારબાદ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને મુંઝવતા પ્રશ્નો વિશે સીધો સંવાદ કરીને સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું. તાલીમ બાદ ખેડૂતોને અડીયા કેન્દ્રના સજીવ ખેતી યુનિટ તેમજ સજીવ ખેતીના નિદર્શન પ્લોટની મુલાકાત કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન કૃષિ સંશોધન કેન્દ્ર, અડીયાની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતું.એન.એન.સાલવી મદદનીશ સંશોધક ,એચ.એ.નિનામા નાયબ ખેતી નિયામક,એચ.એ.પટેલ સિનિયર રિસર્ચ ફેલો એન.જે.બી.પરમાર જુનિયર રિસર્ચ ફેલો સોહિત પરમાર, બી.ટી.એમ આત્મા,અને 100 ઉપરાંત ખેડૂતો હજાર રહ્યા હતા.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं