રેલ્વે કોલોની સામે આવેલ જાહેર શૌચાલય મેન્ટેનન્સના અભાવે છેલ્લા કેટલાક વર્ષથી બંધ હાલતમાં, અસામાજિક તત્વોનો અડ્ડો, અસામાજિક પ્રવૃત્તિ માટેનું મોકળું મેદાન મળે છે, આજુબાજુ લોકો પરેશાન

સરકાર દ્વારા લોકોની સુવિધામાં વધારો થાય તે માટે લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે, હળવદ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે જાહેર બે શૌચાલયો બનાવ્યા હતા. જેમાંનું રેલ્વે કોલોની સામે જૂના જીન પાસે આવેલ જાહેર શૌચાલય છેલ્લા કેટલાક સમયથી મેન્ટેનન્સના ના અભાવે બંધ હાલતમાં ધૂળ ખાય છે. હળવદ નગરપાલિકા સંચાલિત લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ શોચાલય છેલ્લા કેટલાક સમયથી મેન્ટેનન્સના અભાવે બંધ હાલતમાં છે.

જાણવા મળતી માહિતી મુજબ દસ વર્ષ પહેલાં બનાવવામાં આવેલ હળવદ નગરપાલિકા સંચાલિત જાહેર શૌચાલય અંદાજીત ૧૦ લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યા હતા. હાલ આ શોચાલય છેલ્લા પાંચ સાત વર્ષથી મેન્ટેનન્સના અભાવે બંધ હાલતમાં ધુળ ખાતા જોવા મળે છે.રાત્રિના સમયે અસામાજિક તત્વોનો૭ અડો બની ગયો છે. આ શૌચાલયમાં અનેક જાતની અસામાજિક પ્રવૃતિઓ પણ થતી હોય છે. તો નગરપાલિકા દ્વારા આ શોચાલય તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી લોક માગણી ઉઠવા પામી છે.

રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ