રાજ્ય સરકાર હસ્તકના તળાવો હવે AMC (Ahmedabad Municipal Corporation) વિકસાવશે. અગાઉ 21 અને હવે 81 સહિત કુલ 102 તળાવોનો વિકાસ AMC દ્વારા કરવામાં આવશે. AMCને લેક ડેવલોપમેન્ટ હેઠળ રાજ્ય સરકારે આ તમામ તળાવ ફાળવ્યા છે. હવે વધુ 81 તળાવ ફાળવતાં શહેરના કુલ 102 તળાવ વિકસાવાશે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રાજ્ય સરકારે AMCને ફાળવેલા વધુ 81 તળાવોમાં રામોલના 11, વટવાના 10 તળાવો, વસ્ત્રાલનાં 7, નારોલનાં 5, રાણીપ અને નિકોલના 3-3, ભાડજ અને હાથીજણના 2-2 તળાવોનો સમાવેશ થાય છે. મેમનગર, લક્ષ્મીપુરા, દાણીલીમડા,મોટેરા, ચાંદખેડા, લાંભા, ગોતાના 1-1 તળાવો પણ આ યોજનામાં સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, પર્યાવરણની જાળવણી અને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા સાથે નગરજનો માટે હરવા ફરવાના સ્થળોનો વિકાસ કરવાની નેમ રાજ્ય સરકારની છે. તળાવોના વિકાસ સાથે ઈઝ ઓફ લિવિંગ વધારવાની રાજ્ય સરકારની નેમ સામે આવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરમાં રાજ્ય સરકાર હસ્તકના 81 તળાવો અમદાવાદ મહાનગરપાલિકાને લેક ડેવલપમેન્ટના જનહિત વિકાસ કામો માટે ફાળવવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જન સુખાકારી માટે મહત્ત્વનું પગલું ભર્યું છે. અમદાવાદમાં રાજ્ય સરકાર હસ્તકના 81 તળાવો અમદાવાદ મહાપાલિકાને લેક ડેવલપમેન્ટ – જનહિત વિકાસ કામો માટે ફાળવ્યા છે. સિટી બ્યુટીફિકેશન – લેક ડેવલપમેન્ટ અન્વયે અત્યાર સુધી રાજ્ય સરકારે અમદાવાદ મહાનગરપાલિકાને 21 તળાવો ફાળવ્યા છે. વધારાના આ 81 તળાવો સાથે કુલ 102 તળાવો રાજ્ય સરકાર દ્વારા ફાળવાયા છે.

આ તળાવોની ફરતે વૉક-વે, પ્લાન્ટેશન, ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર સિટીઝન બેઠક, ખેલ-કૂદના સાધનો, તળાવ ફરતી પ્રોટેક્શન વોલ, ઈન-લેટ, આઉટ લેટ ફરતે સ્ટોન પિચિંગ, પાર્કિંગ એરિયા, પેવર બ્લોક, ફ્લોટિંગ ફાઉન્ટેન, બાઉન્ડ્રી વોલ વગેરે કામો મહાનગરપાલિકા હાથ ધરશે. એટલું જ નહીં, આ તળાવો બારેય માસ ભરેલા રહે અને તળાવોનું પાણી પ્લાન્ટેશનમાં રી-યુઝ કરી શકાય તે માટે મિનિ સિવેજ પ્લાન્ટ અને સ્ટ્રોમ વોટર લાઈનથી પણ તળાવોમાં પાણી યથાવત રખાશે. 21 તળાવો ફાળવેલા – પરકોલેશન વેલના નિર્માણથી તળાવોનું પાણી સંચય થતા ગ્રાઉન્ડ વોટર લેવલ પણ ઊંચું આવશે.

અમદાવાદ મહાનગર પાલિકાને રાજ્ય સરકાર તરફથી મળતી 15માં નાણાપંચની ગ્રાન્ટ, અમૃત મિશન ગ્રાન્ટ તેમજ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ વગેરેમાંથી આ તળાવોનો વિકાસ કરવામાં આવશે. અત્યાર સુધીમાં રાજ્ય સરકાર હસ્તકના અને અમદાવાદ મહાનગર પાલિકા હદ વિસ્તારના 21 તળાવો સરકારે કોર્પોરેશનને વિકાસ માટે ફાળવેલા છે.