નવરાત્રી પર્વ માં ફરાળી ભોજન મળી રહે તે માટે રેલવે દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
રેલવેમાં ઉપવાસી મુસાફરોને ફરાળની વાનગી મલી રહે તે માટે રેલવે દ્વારા આઇઆરસીટીસીની મદદથી રૂા.99 થી લઈને રૂા.250 સુધીની વિવિધ વાનગીની થાળીઓ તૈયાર કરાઈ છે. રેલવે દ્વારા જણાવ્યા મુજબ જે સ્ટેશન પર વેન્ડર દ્વારા આ સુવિધા માટે તૈયારી દર્શાવવામાં આવી હશે ત્યાં જ આ સુવિધા મળશે. જોકે મોટાભાગના વેન્ડરોએ આ સુવિધા મોટા સ્ટેશન પર આપવાનું જણાવ્યું છે.
ફળ, રાજગરાની પૂરી અને દહીં રૂ.99
પરોઠા, બટાકાની સૂકી ભાજી અને સાબુ- દાણાની ખીર રૂ.99
4 પરોઠા, 3 શાક, સાબુ-દાણાની ખીચડી રૂ.199
પનીરના પરોઠા, વ્રત મસાલા શીંગોડા અને બટાકાના પરોઠા રૂ.250માં મળી રહેશે.
જોકે,ઈ-કેટરિંગમાં ઓપ્શન આવશે
ઈ-કેટરિંગમાં ફરાળ બુકિંગ કરાવવાનું ઓપ્શન આવશે અને પેન્ટ્રીમાં આ સુવિધા શરૂ કરવામાં આવી નથી પરંતુ મોટા સ્ટેશનો પર તમામ વેન્ડરો દ્વારા આ સુવિધા આપવામાં આવશે.
આમ,હવે નવરાત્રી પર્વમાં ઉપવાસ કરનાર વ્રત ધારકો ને ફરાળી વાનગી મળી રહેશે.