અમદાવાદમાંથી 8, શાહીનબાગથી 30 PFI કાર્યકર્તાની ધરપકડ, મોબાઈલ-ગેજેટ્સ અને અનેક દસ્તાવેજો જપ્ત, જામિયામાં કર્ફ્યૂ

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને EDએ મંગળવારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)નાં અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. દેશભરમાં અનેક રાજ્યોમાંથી PFIના 170 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. NIAએ દિલ્હીના શાહીન બાગમાં PFI સાથે જોડાયેલા 30 લોકોને કસ્ટડીમાં લીધા છે. શાહીન બાગમાં આ કાર્યવાહી બાદ કેન્દ્રીય પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું છે. ટીમે મોબાઈલ ફોન અને અન્ય ગેજેટ્સ સહિત ઘણા દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે. જ્યારે, જામિયામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, આસામ અને કર્ણાટક સહિત અનેક રાજ્યમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી 8, કર્ણાટકના કોલારમાંથી 6 અને આસામમાંથી 7 કાર્યકરની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય SDPIના સેક્રેટરીની પણ ધરપકડ કરવામાં આવી છે.