પાટડી નજીક આવેલ શ્રી ઉદાસી આશ્રમ ખાતે શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર નું ભૂમિ પૂજન તારીખ 27 8 2022 ને શનિવારે થશે. પરમ પૂજ્ય સંત શ્રી જગા બાપાના દિવ્ય આશીર્વાદ સાથે યુવા અઘોરી શ્રી ભાવેશ બાપુના સાનિધ્યમાં શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર શ્રી ઉદાસી આશ્રમ ખાતે નિર્માણ પામનાર છે. જેનું ભૂમિ પૂજન શનિવારી અમાસે સવારે 11:00 કલાકે થશે. આ દિવ્ય પ્રસંગમાં વૈભવબાપુ, મયુરબાપુ તેમજ સદગુરુ શ્રી જગા બાપાના પરિવારજનો તેમજ સીતારામ પરિવાર ઉપસ્થિત રહેશે. ભૂમિ પૂજન બાદ બપોરે બે થી પાંચ દરમિયાન ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ યોજાનાર છે.