*વડગામમાં પેહલા નોરતા ની રાત*

- માતાજીની આરાધના કરવાનું પર્વ એટલે કે નવરાત્રિ ના નવ નોરતા

બનાસકાઠાના વિસ્તારની આસપાસના તેમજ તાલુકામાં રાત્રે ગરબાની રમઝટ બોલે છે. આસો સુદ-૧ શક્તિપર્વ નવલા નૌરતાનો જિલ્લામાં શ્રધ્ધાભેર આરંભ કરાયો છે. અખીલ ભારતીય પત્રકાર સમિતિ જિલ્લા પ્રમુખ દશરથસિંહ સોલંકી અને ટીમ દ્વારા શુભ મુહર્તમાં ઘટ સ્થાપન બાદ માઈ ભક્તોએ પરંપરાગત પૂજાઅર્ચના બાદ અનુષ્ઠાન આરંભ્યું હતું. નવરાત્રીના પહેલા નૌરતે મા શૈલપુત્રીની આરાધના સાથે વડગામમાં બ્રહ્માણી માતા ના મંદિર મા આવેલા મહેમાનોનું સ્વાગત કરી આરતી કરી ચોક માં ગરબા ની રમજટ બોલાવી હતી આ ઉપરાંત ચાચર ચોકમાં જરૂરી તકેદારીસાથે શેરી ગરબા યોજાયા હતા