સુરેન્દ્રનગર સહિત જિલ્લામાં વધતા જતા ચોરીના બનાવોના પગલે પોલીસ હવે એક્શન મોડમાં આવી છે. જેમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી સુરેન્દ્રનગરથી રોકડા અને રૂ. 24560ના મુદામાલ સાથે બે શખ્સો ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એમ.ડી.ચૌધરીની સુચનાથી સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. જી.એન.શ્યારા તથા એ.એસ.આઇ.એસ.વી.દાફડા તથા પો.કોન્સ.દિનેશભાઇ સાવધરીયા તથા પો.કોન્સ.મેહુલભાઇ મકવાણા વિગેરે સ્ટાફના માણસો સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પો.સ્ટે.વિસ્તારમા પેટ્રોલીંગમા હતા. તે દરમિયાન એ.એસ.આઇ એસ.વી.ને બાતમી મળેલી કે, સુરેન્દ્રનગર મફતીયાપરામા રહેતા દેવીપૂજક સવજીભાઇ જકશીભાઇ તથા તેનો મિત્ર રાજુભાઇ ( રહે વગડીયા તા.મુળી જી.સુ.નગર )શંકાસ્પદ રૂપીયા તથા પીળી સફેદ ધાતુની વસ્તુ તથા ઘડીયાળ જે તમામ વસ્તુ એક સફેદ પ્લાસ્ટિકના થેલામાં રાખી તેના ઘરે ફળીયામા હાજર છે.જે આધારે ત્યા જઈ તપાસ કરતા (1) સવજીભાઇ જકસીભાઇ ઉકાભાઇ જખાનીયા (દેવી પુજક) ઉ.,વ.27 ધંધો-મજુરી રહે-સુ.નગર દાળમીલ રોડ ફીરદોસ સોસયટી આગળ મેલડીપરા તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર તથા (2) રાજુભાઇ વિરજીભાઇ દેવુભાઇ સાઢમીયા (દેવી પુજક) ઉ.વ.24 ધંધો-લાકડા કાપવાની મજુરી રહે-વગડીયા રોડ ટાકા પાસે તા.મુળી જી.સુરેન્દ્રનગર વાળો હાજર મળીએ આવેલ હોય મજકુર બન્ને ઇસમો પાસેથી મળી આવેલી પ્લાસ્ટિકની સફેદ કલરની થેલીમાંથી વસ્તુઓ તથા રૂપીયા મળી આવ્યા હતા.