ગોકુલધામ-નાર ઇન્ટરનેશનલ કેમ્પસના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાના રમતોત્સવમાં ઉત્ક્રુષ્ટ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ - 03 સિલ્વર મેડલ-10 બ્રોન્જ મેડલ -02 મેળવી ગૌરવ વધાર્યું છે

ગોકુલધામ-નાર ઇન્ટરનેશનલ કેમ્પસના વિદ્યાર્થીઓએ ૬ઠી ઓપન નેશનલ ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ ૨૦૨૩-૨૪ની રાષ્ટ્રીય રમોત્સવ સ્પર્ધામાં ઉત્ક્રુષ્ટ પ્રદર્શન કરી અન્ડર ૧૭ ની ૨૦૦ મીટર રેસમાં મીત પાટીદાર ગોલ્ડ મેડલ, ૧૦૦ મીટર રેસમાં ક્રીશ પાટીદાર ગોલ્ડ મેડલ અને ધ્રુવ પટેલ બ્રોન્જ મેડલ મેળવ્યા જયારે ૧૦૦ X ૪ મીટર રીલે રેસમાં મીત પાટીદાર, ક્રીશ પાટીદાર, નિતાંત પાટીદાર અને ધ્રુવ પટેલ સિલ્વર મેડલ મેળવેલ છે. અન્ડર ૧૧ બોયસમાં યજ્ઞ પટેલ ૫૦ મીટર રેસમાં ગોલ્ડ મેડલ તથા દક્ષ પાટીદાર ૧૦૦ મીટર રેસમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ અન્ડર ૧૪માં રિષી પટેલ, આરૂષ રાઠોડ, યોગેશ પાટીદાર અને ધ્રુમીલ ચૌહાણ ૧૦૦ X ૪ રીલે રેસમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ ઓપન ૧૫૦૦ મીટર રેસ માં ધીરજ પટેલ સીલ્વર મેડલ અને કશ્યપ પાટીદાર બ્રોન્જ મેડલ મેળવેલ છે.

ગોકુલધામ-નારના વિધાર્થીયોની આ સિદ્ધિમાં પાયાનું યોગદાન આપનાર કોચશ્રી પીન્કલ સિરોયાને બેસ્ટ અથ્લેટીકસ મુવમેન્ટનું પારીતોષિત મળેલ છે. સ્પર્ધાની તૈયારીમાં મદદ કરવા માટે શ્રી મનોજ સિરોયા, શ્રી મહેશ ઠાકર અને યોગેશ પાટીદારને મોમેન્ટોથી નવાજવામાં આવ્યા હતાં

પ્રસંગે સંસ્થાના સ્વપ્નદ્રષ્ટા પૂજ્ય ગુરુ મોહનપ્રસાદદાસજી સ્વામીજી, પ.પૂ. સુકદેવપ્રસાદદાસજી સ્વામીજી, પ.પૂ. હરિકેશવદાસજી સ્વામીજી, પ.પૂ. હરિકૃષ્ણદાસજી સ્વામીજી, પ.પૂ. જનમંગલદાસજી સ્વામીજી અને મનીષ ભગતએ વિધાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા.

સંસ્થાના કેમ્પસ ડાયરેકટર, અજ્યુકેશન ડાયરેકટર, પ્રિન્સીપાલ તથા સ્ટાફ દ્વારા વિધાર્થીઓની આ અદભૂત સિદ્ધિની પ્રસંશા કરવામાં આવી હતી.

ખાસ રિપોર્ટ: ભાવેશભાઇ આંજણા પટેલ તારાપુર ૬૩૫૨૨૪૯૯૪૨ / ૯૯૨૪૦૯૫૨૮૭