ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોશિએશન

અને ગુજરાત રાજય ફેર પ્રાઇઝ શોપ કેરોસીન

લાઇસન્સ હોલ્ડરોએ પોતાના પડતર પ્રશ્ને કલેકટર

આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં તા.2/10 થી

જૂનાગઢ જિલ્લાના 480 સસ્તા અનાજના

દુકાનધારકો હડતાળ પર ઉતરશે તેવી ચીમકી

ઉચ્ચારી હતી.

વિતરણ વ્યવસ્થાની તમામ કામગીરીથી અળગા

ઓલ ગુજરાત ફેરપ્રાઇઝ શોપ એસોશિએશન

અને ગુજરાત રાજ્ય ફેરપ્રાઇઝ શોપ એન્ડ

કેરોસીન લાઇસન્સ હોલ્ડર એસોશિએશન દ્વારા

રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવાયું

છે કે, છેલ્લા બે વર્ષથી પડતર પ્રશ્નોનું નિરાકરણ

ન આવતા આગામી તા. 2/10 ના રોજ

હડતાળ પર જશે. તા 2/10 થી જાહેર વિતરણ

વ્યવસ્થાની તમામ કામગીરીથી જૂનાગઢ જિલ્લા

એફ.પી.એસ જિલ્લા અને તાલુકાના તમામ

વ્યાજબી ભાવના દુકાનદારો જાહેર વિતરણ

વ્યવસ્થાની તમામ કામગીરીથી અળગા રહેશે.

વહીવટી કે નીતિ વિષયક કોઈ પ્રશ્નોનો નિકાલ

કરાયો નથી જાહેર વિતરણ વ્યવસ્થામાં કામ કરતા જૂનાગઢ

જિલ્લાના 480 અને રાજ્યના 17,200

દુકાનદારો અધિકૃત રીતે નોંધાયેલા ગુજરાત

રાજ્ય ફેર પ્રાઈઝ એન્ડ કેરોસીન લાઇસન્સ

હોલ્ડર્સ એસો અને ઓલ ગુજરાત ફેરપ્રાઈઝ

એસો.ના સભ્યો છે. આ બંને એસોસિએશન

તરફથી દુકાનદારોને પડતી મુશ્કેલીઓ અને

માગણીને લઇ માત્ર આશ્વાસન મળે છે. વહીવટી

કે નીતિ વિષયક કોઈ પ્રશ્નો નો નિકાલ કરવામાં

આવ્યો નથી.

60 ટકા જેવી દુકાનો સાથે 300 કરતા પણ

ઓછા લાભાર્થી

જૂનાગઢ એસોસીએશન દ્વારા જણાવ્યું હતું

કે, પોષણ ક્ષમ દુકાનમાં હાલ સરકાર દ્વારા જે

કમિશન આપવામાં આવી રહ્યું છે તે કમિશનની

આવક જાહેર વિતરણ વ્યવસ્થા ચલાવવા માટે

પણ પૂરતી નથી. ત્યારે દુકાનદારોની હાલત

શું થતી હશે? હાલમાં રાજ્યમાં લગભગ 60

ટકા જેવી દુકાનો સાથે 300 કરતા પણ ઓછા

લાભાર્થી કાર્ડ ધારકો જોડાયેલા છે, જેને સામાન્ય

કમિશન મળે છે. આ કમિશનની રકમમાંથી દુકાનદારે તોલાટ ઓપરેટરના મજૂરી ખર્ચ ઉપરાંત

દુકાન ભાડું લાઈટ બીલ નેટ અને સ્ટેશનરી ખર્ચ

મિટિંગ ભાડા સહિતના ખર્ચ ચૂકવવા પડે છે,

જેના પરિણામે દુકાનદાર પાસે કોઈ બચત ના

રહેતા આવક શોધવા માટેના અલગ-અલગ રસ્તા

અપનાવે છે જે સભ્ય સમાજમાં દુકાનદાર અને

સરકાર બંનેની સ્વચ્છ છબી ખરડે છે.

મીનીમમ વેતન તેમજ ફિક્સ કમિશનની નીતિ

લાવી દરેક દુકાન ઉપર મીનીમમ 25,000 ની

આવક નિર્ધારિત કરવી જોઈએ. તોલાટ અને

ઓપરેટર માટે નક્કી કરેલી રકમ મંજૂર કરવી

જોઈએ. શહેરી અને ગામ વિસ્તારમાં કમિશનનો

મોટો ભાગ દુકાન ભાડા પેટે ખર્ચાય જતો

હોવાથી દુકાન ભાડાની જોગવાઇ કરવી જોઈએ.

ઓન લાઈન વિતરણ કરવાના આદેશના પગલે

દુકાનદારોને નેટ તથા સ્ટેશનરી ખર્ચ કાગળ,

શાહી, પ્રિન્ટરના રીપેરીંગ ખર્ચ મોટા પ્રમાણમાં

આવે છે અને સરકાર દ્વારા આ બાબતે કોઈ ખર્ચ

આપવામાં આવતો ના હોય આ ખર્ચ તાત્કાલિક

મંજૂર કરી નિયત રક્મ મંજૂર કરવી જોઈએ.

દુકાનદારોનો લાભાર્થીમા સમાવેશની માગ મેટ્રીક વ્યવહારોને પ્રોત્સાહન મળે એ માટે

આપવામાં આવતી પ્રતી ક્વિન્ટલ 17 રૂપિયા જેવું

મામૂલી ઇન્સેન્ટીવની રકમમાં વધારો કરી 50 રૂ

કરવી જોઈએ. ગ્રામ્ય વિસ્તારમાં મફત પ્લોટ

યોજના નીચે દુકાનદારોનો લાભાર્થીમા સમાવેશ

કરવો જોઈએ. શહેરી વિસ્તારમાં મુખ્યમંત્રી

આવસ યોજનામાં બનતી દુકાનોમાં પ્રાયોરીટી

આપી દુકાન ફાળવવી જોઈએ.

આ બાબતે અગાઉ સતત રજૂઆત બાદ પણ

અધિકારીઓ દ્વારા આવી ઘટ મળી શકે નહી

અને તપાસણી સમયે આ ઘટ ધ્યાને લેવાની

હોવાનું કહી રહ્યા છે. મેન્યુલી વિતરણ વખતે આ

ઘટ મળતી હતી. ત્યારબાદ 2012 થી કોમ્પ્યુટર

રાઇઝેશન કર્યા બાદ ઓનલાઇન વિતરણ

કરતા 2018 સુધી આ ઘટ દુકાનદારોને મળતી

હતી જે નવેમ્બર 2018થી આધારિત વિતરણ

વ્યવસ્થા અમલમાં લાવવા એકાએક બંધ કરી

દેવામાં આવી છે. કોરોનાના સમયે લોકો ઘર

બહાર જવાનું ટાળતા હતા ત્યારે ગુજરાતના

સસ્તા અનાજના દુકાનદારોને સરકાર દ્વારા કોઈ

સુરક્ષાના પગલાં પણ લેવાયા ન હતા. 

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ