દુનિયાના મોટાભાગના દેશો પુરૂષ પ્રધાન હોવાનું કહેવાય છે. ઘર,પરિવાર અને બહારના તમામ મુખ્ય નિર્ણયો લેવાનો અધિકાર પુરુષોનો હોય છે. જયારે મહિલાઓ ઘર અને પરિવારની દેખભાળ, સંતાનોનો ઉછેર સહિતની જવાબદારી નિભાવતી હોય છે. પરંતુ દુનિયામાં એક દેશ એવો પણ છે જયાં પુરુષોને યાતના વેઠીને પણ મહિલાઓની ગુલામી કરવી પડે છે. તેઓને મહિલાઓની જેમ કામકાજ કરવા સહિત મહિલાઓના અત્યાચારનો ભોગ પણ બનવું પડે છે.

આ દેશને પુરૂષો માટે નર્કાગાર સમાન માનવામાં આવે છે. અહીંની મહિલાઓ પુરુષોને પોતાના ગુલામ બનાવીને રાખે છે. અદર વર્લ્ડ કિંગ્ડમ તરીકે ઓળખાતો આ દેશ ૧૯૯૬માં યુરોપિયન દેશ ચેક રિપબ્લીક હતો. પરંતુ તેને અન્ય રાષ્ટ્રોએ દેશનો દરજજો ન આપ્યો. આ દેશ માત્ર ૭.૪ એકર વિસ્તારમાં ફેલાયેલો છે. અહીં સુખસુવિધાના તમામ સાધનો ઉપલબ્ધ છે. સ્વીમીંગ પુલ અને નાઇટ કલબ પણ છે. પરંતુ આ સ્થળોએ મહિલાઓની રજા વિના પુરુષો જઇ શકતા નથી.

આ દેશ પર પૈટ્રીસીયા-૧ નામની મહારાણી રાજ કરતી હતી. આ દેશમાં માત્ર મહિલાઓનું જ રાજ ચાલે છે. પુરુષોને પોતાની મનમરજીથી હરવા ફરવાની છૂટ નથી. નવાઇની વાત એ છે કે આ દેશની મહારાણીનો ચહેરો હજી સુધી બહારની દુનિયામાં કોઇએ નિહાળ્યો નથી. પુરૂષો પર મહિલાઓનો અત્યાચાર અનોખા પ્રકારે હોય છે. જેમાં રાણી પુરૂષોના શરીરને સોફા બનાવીને તેના પર બેસે છે. આ દેશમાં પુરુષોને ખુરશી પર બેસવાનો પ્રતિબંધ છે. જો કે કોઇ માલિકણ ઇચ્છે તો પુરૂષ ટેબલ પર બેસી શકે છે પરંતુ તેની અવસ્થા માલકણ કરતા અલગ હોવી જોઇએ. આ દેશમાં પુરૂષોને શરાબ પીવા માટે પણ માલિકણની મંજૂરી મેળવવી પડે છે. પુરૂષો માટે કડક કાયદા અને તેના ભંગ બદલ સખ્ત સજા પણ આપવામાં આવે છે. આ દેશની નાગરિકતા મેળવવા માટે મહિલાઓ માટે ખાસ યોગ્યતા રાખવામાં આવી છે. જેમાં પ્રથમ શરત એ છે કે મહિલા પાસે ઓછામાં ઓછો એક પુરૂષ નોકર હોવો જોઇએ. બીજી શરતમાં તે નોકર તમામ નિયમોનું પાલન કરતો હોવો જોઇએ અને ત્રીજી શરત અનુસાર મહિલાએ ઓછામાં ઓછા પાંચ દિવસ મહારાણીના મહેલમાં રહેવું પડે.