મળતી માહિતી મુજબ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામથી ઉગલવાણ ગામ તરફ જતા આડી કેનાળ નજીક રોડ અને પુલ ખરાબ હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ ઉગલવાણ ગામ તરફ જવાના રસ્તા પર મચમોટા ખાડાઓ પડી ગયેલા જોવા મળે છે જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો ને અકસ્માત થવાનો ભય રહે છે જ્યારે સરકાર એક તરફ ગતિશીલ ગુજરાતના સુત્રોચ્ચાર સાથે સભાઓમાં સંબોધન કરે છે જ્યારે ચુંટણી નજીક આવે એટલે તુરંત જ રાજકીય પાર્ટીઓના ઉમેદવારો મત લેવા માટે મતદારો પાસે મતની માંગણીઓ સાથે વચનો પણ આપવામાં આવતા હોય છે પછી ક્યારેય લોકોની સમસ્યા બાબતે સંભાળ રાખવામાં આવતી નથી ત્યારે છેવાડાના ગામડાઓમાં ખરેખર હજુ સુધી લોકોને મુશ્કેલીનો અંત આવ્યો નથી તો રાહદારીઓ અને વાહન ચાલકોની એવી માંગ છે કે વહેલામાં વહેલી તકે રસ્તામાં પડેલા ખાડાઓ પુરવામાં અને પુલ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે