બારડોલી તાલુકાના સરભોણ ગામના રહેવાસી એવા જય દરજીને 2 વર્ષ દરમિયાન રૂા.૪૭૦૦૦ની શિષ્યવૃત્તિની સહાય મળી

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

    સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સરભોણ ગામના વતની એવા લાભાર્થી શ્રી જય અનિલભાઈ દરજી જણાવે છે કે, મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના મારા જેવા જરૂરીયાતમંદ વિદ્યાર્થી માટે ધણી ઉપયોગી બની છે. હું હાલમાં બારડોલીની એન.જી.પટેલ પોલિટેકનીક કોલેજમાં ડિપ્લોમા ઈન કેમિકલ એન્જીનીયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરૂ છું. મારી કોલેજની વાર્ષિક ફી રૂા.૪૪૦૦૦ છે. જેમાં રાજય સરકારની મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ કુલ ફીના ૫૦ ટકા લેખે મને ૨૦૨૦ના પ્રથમ વર્ષમાં ૨૨૦૦૦ની સહાય તથા રૂા.૩૦૦૦ બુક ખરીદી માટે સહાય મળી હતી. જયારે ૨૦૨૧ના વર્ષમાં પણ રૂા.૨૨૦૦૦ની સહાય મળી છે. વર્તમાન ૨૦૨૨માં પણ મને ૨૨૦૦૦ની શિષ્યવૃત્તિ મળશે. જય પટેલ જણાવે છે કે, કોરોના જેવા કાળમાં ૪૪ હજારની ફી ભરવી અમારા પરિવાર માટે મુશ્કેલ હતી. પણ રાજય સરકારની સહાય મળવાથી ધણો સથિયારો મળ્યો છે. અડધી ફી સરકાર તરફથી મળી હોવાથી મારૂ ઉચ્ચ અભ્યાસનું સપનું સાકારિત થયું છે. તેઓએ આ સહાય બદલ રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારનો આભાર માન્યો હતો.