ભારતીય લશ્કરની શાન, સિહોરના જાંબાઝ સિપાહીનું તેમના માદરે વતનમાં ભવ્ય સ્વાગત
*ભારતીય હવાઇ દળમાં તબીબી વિભાગમાં ફરજ બજાવતાં સિહોરના કનીવાવના ભવદીપસિંહ ગોહિલનું ગૌરવભેર સ્વાગત
એક શિક્ષક કભી સાધારણ નથી હોતો તેવી રીતે જ ભારતીય લશ્કરમાં કાર્યરત જવાન પણ સાધારણ નથી હોતો. તે સરહદ પર માં ભારતીની રક્ષા કરે છે તેથી આપણે ભારતવાસીઓ ચેનની નિંદ લઇ શકીએ છીએ.
આથી આવો કોઇપણ વીર જ્યારે તેના માદરે વતનમાં આવે ત્યારે તેનું ભવ્ય સ્વાગત થવું જ જોઇએ. આવું જ કંઇક જોવાં મળ્યું ભાવનગરમાં કે જ્યાં ભારતીય હવાઇ દળમાં તબીબી વિભાગમાં ફરજ બજાવતાં સિહોરના કનીવાવના પનોતા પૂત્ર એવાં ભવદીપસિંહ ગોહિલનું ગૌરવભેર સ્વાગત બહેનો દ્વારા કુમકુમ-અક્ષતથી ચાંદલો કરી સામૈયું કરવામાં આવ્યું હતું.
સિહોરના નવાગામ (કનીવાવ) ના વતની તેમજ ભાવનગર જિલ્લા તેમજ સિહોરનું ગૌરવ એવાં રાજપૂત કારડીયા સમાજના ગૌરવ સમાન એવાં ભવદીપસિંહ જે.ગોહિલ કે જેઓ ભારતીય હવાઇદળમાં ખૂબ અઘરી ગણાતી એરફોર્સની ૧૮ માસ થી વધુની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને પોતાના વતન પરત ફર્યા ત્યારે એક લશ્કરના જવાનને છાજે તેવી રીતે તેમનું ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરી જીપમાં તેમમાં તેમનો ગામમાં વરઘોડો કરવામાં આવ્યું હતું.
શ્રી ભવદીપસિંહ ગોહિલનું સિહોરના પ્રથમ નાગરિક એવાં નગરપાલિકાના પ્રમુખશ્રી વિક્રમભાઈ નકુમ તેમજ જિલ્લા ડિસ્ટ્રિક્ટ કો. ઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેનશ્રી માનસંગભાઈ નકુમ, સિહોર તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ જયરાજસિંહ મોરી, અભયસિંહ ચાવડા સહિતના સમાજના આગેવાનો, શ્રેષ્ઠીઓ, મહાનુભાવો, ટ્રેનર, શિક્ષક ગણ દ્વારા ઢોલ નગારાના તાલે દેશ ભક્તિના ગીતોથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગામના યુવાનો નૃત્ય દ્વારા તેમનું સ્વાગત કર્યું હતું. તેમજ યુવાનોએ બાઈક રેલી તેમજ અબીલ-ગુલાલની છોળોથી વાતાવરણને કેસરીયા બનાવી દીધું હતું. સમસ્ત ગ્રામજનો આ ભવ્ય સ્વાગતમાં સામેલ થયાં હતા