BANASKATHA // પાલનપુર પાસેથી પોલીસે પૂર્વ બાતમીના આધારે 6 શખ્સોને 3 બંદૂક સાથે ઝડપી પાડ્યા..

પાલનપુર પાસે થી ત્રણ બંદૂકો સાથે 6 ઈસમો પોલીસે ઝડપી પાડ્યા છે. પાલનપુર તાલુકા પોલીસને મળેલી બાતમી હકીકત ના આધારે પાલનપુર તાલુકા હદ વિસ્તાર માં ચેકિંગ હતું જેમાં વિરમપુર ના રામપુરા વડલા તરફથી માર્શલ ગાડીમાં આવી રહ્યા હતા, પોલીસે ગાડી રોકાવી તપાસ કરતા ત્રણ બંદૂકો મળી આવતા પોલીસે તેમની અટકાત કરી આગળની તપાસ કરી હતી..

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા પોલીસે પોતાની હદ વિસ્તારમાં બાતમી હકીકતના આધારે ત્રણ બંદૂકો સાથે છ શખ્સોને ઝડપી પાડ્યા છે, તાલુકા પોલીસ સ્ટાફ ને બાતમી મળી હતી કે, વિરમપુર તરફથી 6 ઈસમો 3 બંદૂક લઈ પાલનપુર તરફ આવનાર છે જેના આધારે તાલુકા હદ વિસ્તારમાં પોલીસ સ્ટાફ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વિરમપુર તરફ થી શંકાસ્પદ માર્શલ ગાડી આવતા પોલીસે તને રોકાવી તપાસ કરી હતી ગાડીમાં થી ત્રણ બંદૂકો મળી આવતા પોલીસે તેમને છ એ ઇસમોં ની અટકાયત કરી હતી ત્રણ બંદૂક મોબાઈલ સહીત કુલ 2.14 લાખ નો મુદ્દામાલ કબજે લઈ આર્મ એક્ટ મુજબ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે..

આરોપી-

(1) મગનભાઈ દીતાભાઈ પરમાર (2) મંછાભાઈ રાજાભાઈ સોલંકી (3) સોકળાભાઈ મેનાભાઇ પરમાર (4) માવાભાઈ પાબુભાઈ ડુંગાઈસા (5) સદાભાઈ ગુલાભાઈડુંગાઈસા (6) પદમાભાઈ બદાભાઇ સોલંકી તામામ રહે ગાંજી તાલુકો અમીરગઢ જીલ્લો બનાસકાંઠા