સિહોર ખાતે રોજગાર નિમણૂંક પત્રો/ એપ્રેન્ટિસશીપ કરારપત્રોના વિતરણનો કાર્યક્રમ યોજાયો શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રોજગાર નિમણૂંક પત્રો/ એપ્રેન્ટિસશીપ કરારપત્રોના વિતરણનો કાર્યક્રમ આજે સામાજિક ન્યાય અને અધિકારિતા શ્રી આર.સી મકવાણાની ઉપસ્થિતિમાં સિહોર ખાતે યોજાયો હતો. તેમણે જણાવ્યું કે, રોજગાર ખાતાની વેબસાઈટ અનુબંધમ ઉપર ઇન્ટરવ્યું, સ્કિલ મેચિંગ તથા પ્રોફાઇલ ડેવલોપમેન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. તેનો યુવાનોએ લાભ મેળવવો જોઇએ. ગત વર્ષમાં ૯૦૦ કરતાં વધારે રોજગાર મેળા યોજવામાં આવ્યા હતાં તથા બે લાખ કરતાં વધારે ઉમેદવારોને મેળા દ્વારા રોજગારી આપવામાં આવી હતી. નેશનલ એપ્રેંટિસશીપ સ્કીમ તથા પ્રધાનમંત્રી એપ્રેન્ટિસશિપ સ્કીમ ગુજરાતમાં કાર્યરત છે. જેના થકી દર વર્ષે અઢી લાખ જેટલાં ઉમેદવારોને રોજગાર આપવામાં આવે છે. આવી વિકાસલક્ષી સ્કીમના આધારે ડ્રોન ટેક્નોલોજી તથા કૌશલ્ય વિકાસ જેવા રોજગાર ઉમેદવારોને આપવામાં આવે છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આપણે ત્યાં અલંગ શીપયાર્ડ છે ત્યાં જ્યાં દેશ વિદેશથી વહાણો આવે છે. જેને કારણે અનેક લોકોને રોજગારીના અવસર જિલ્લામાં મળ્યાં છે. હજુ પણ નવાં ઉદ્યોગો જિલ્લામાં આવી રહ્યાં છે ત્યારે જિલ્લાના યુવાનો જો કૌશલ્યવાન હશે તો તેને રોજગાર શોધવાં જ ન જવું પડે તેવી સ્થિતિ જિલ્લામાં આકાર પામવાની છે. રાજ્યમાં શાંતિ, સલામતી અને સુરક્ષા પૂર્ણ માહોલને કારણે જ રાજ્યમાં સિમેન્ટ ઉદ્યોગ, લોખંડ ઉદ્યોગ, દરિયાઈ વહાણ બનાવવાનો ઉદ્યોગ, એક્સ્પોર્ટ જેવા ઘણાં ઉદ્યોગ વિકસીત થયાં છે. તેમણે વધુમાં ઉમેદવારોને પ્રોત્સાહન આપતાં જણાવ્યું હતું કે, મહેનત અને અથાગ પરિશ્રમ કરીને જ સફળતા અને સિદ્ધિ એક વ્યક્તિને પ્રાપ્ત થાય છે. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સિહોરના પ્રમુખશ્રી શ્રીમતી તૃપ્તિબેન જસાણી, સિહોર નગરપાલિકાના પ્રમુખશ્રી વિક્રમભાઇ નકુમ તથા પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भाजपा के खिलाफ राष्ट्रवादी का आंदोलन
भाजपा के खिलाफ राष्ट्रवादी का आंदोलन
Pension Seva Kendra ceremonially inaugurated
at DC office conference hall Mangaldai
Guardian Minister of Darrang & Forest Minister, Sri Chandra Mohan Patowary ceremonially...
মাৰৱাৰী যুৱ মঞ্চ, ৰহা শাখাৰ মেগা হেল্থ চেকআপ কেম্প অহাকালি।
মাৰৱাাৰী যুৱ মঞ্চ, ৰহা শাখাৰ উদ্যোগত আৰু বিডিজি ৰমেশ গোয়ল সেবা সংস্থান ৰ সহযোগত অহাকালি ৰহাত মেগা...
SSC અને HSC પરિક્ષા અનુસંધાને....
આગામી SSC અને HSC પરીક્ષા અનુસંધાને ઝેરોક્ષ અને સ્ટેશનરીના વેપારીઓને બોલાવી (રાજ કાપડિયા...
યુવકે ગાયોના રક્ષણ માટે સંસારનો ત્યાગ કર્યો....
યુવકે ગાયોના રક્ષણ માટે સંસારનો ત્યાગ કર્યો....