ભારત સરકારશ્રી તરફથી જમ્મુ-કાશ્મીર રાજયમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એ હટાવવામાં આવેલ છે. તથા સીએએ અને એનઆરસી લાગુ કરવામાં આવેલ હોય દેશ અને રાજયની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ગુનેગારો, ત્રાસવાદીઓ અને અસામાજિક તત્વોને આશ્રય મળતો અટકાવી શકાય
તેમજ ગુપ્તચર સંસ્થાઓના અહેવાલો અને મોટા શહેરોમાં બનેલ અમુક બનાવોથી જણાય છે કે, ત્રાસવાદી / અસામાજિક તત્વો ખેડા જિલ્લાના રહેણાંક વિસ્તારોમાં ગુપ્ત આશરો મેળવી, જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે તેમજ માનવ જીંદગીની ખુવારી થાય અને લોકોની સંપત્તિને નુકશાન પહોંચે તેવી કોશીશ કરી રહયા છે.
બહારના રાજયોમાંથી અગર દેશબહારથી આવતા આવા તત્વો કોઈના મકાન ભાડે રાખીને રહેતા હોય છે અને જગ્યા વગેરેનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈને તેઓની ત્રાસવાદી પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે.
પ્રવર્તમાન સંજોગોમાં પોલીસ અધિક્ષકશ્રીની દરખાસ્ત અન્વયે શ્રી બી.એસ.પટેલ, જી.એ.એસ., અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, ખેડા જિલ્લો, નડિયાદ, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (૧૯૭૪ના નં.૨) ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂઈએ આથી હુકમ કરેલ છે કે સમગ્ર ખેડા જિલ્લાના વિસ્તારમાં કોઈ મકાન / દુકાન / ઔદ્યોગિક એકમ (ફેકટરી)ના માલિક અગર તો આ માટે આવા મકાન / દુકાન | ઔદ્યોગિક એકમ(ફેકટરી)ના માલિકે ખાસ સત્તા આપેલ વ્યકિત જયારે મકાન / દુકાન | ઔદ્યોગિક એકમ (ફેકટરી) ભાડે આપે ત્યારે સંબંધિત પોલીસ સ્ટેશને જાણ કર્યા સિવાય કોઈ વ્યકિતને મકાન/દુકાન/ ઔદ્યોગિક એકમ (ફેકટરી) ભાડે આપી શકાશે નહીં. ભાડે આપેલ મકાન /દુકાન/ઔદ્યોગિક એકમ(ફેકટરી)ની વિગત ભાડુઆત અને સંબંધિત દલાલ કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપેલ હોય, તે અંગેની જરૂરી માહિતી જેમ કે મકાન/દુકાન/ ઔદ્યોગિક એકમ(ફેકટરી)ના માલિકનું નામ તથા ભાડે આપેલ મકાન /દુકાન/ફેકટરી/ જગ્યાની વિગત, જગ્યા ભાડે આપવા સત્તા ધરાવતા વ્યકિતનું નામ, જગ્યા ક્યારે ભાડે આપેલ છે તથા માસિક ભાડુ કેટલું?, જે વ્યકિતઓને ભાડે આપેલ છે, તેમના પાકા નામ સરનામા, ટેલીફોન નંબરો સાથે(તમામ વ્યકિતઓની વિગતો આપવી.), મકાન/ દુકાન/ ઓૈદ્યોગિક/ એકમ (ફેક્ટરી)/ જગ્યાના માલિકને ભાડૂઆતનો સંપર્ક કરાવનાર વ્યક્તિનું નામ-સરનામું અને ટેલીફોન નંબર જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે.
આ હુકમ તા.૧૯/૦૯/૨૦૨૨ થી તા.૧૯/૧૧/૨૦૨૨ (બંન્ને દિવસો સુધ્ધાંત) સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે ખેડા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે. રિપોર્ટ ઈરફાન મલેક