કલોલ નજીક આવેલા જાસપુર ગામની કેનાલમાં કોઈ અજાણ્યા પુરુષની લાશ તરતી દેખાતાં લોકોના ટોળેટોળા કેનાલ ઉપર ઉમટી પડ્યા હતા. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા લાશ બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કેનાલમાંથી મળી આવેલો અજાણ્યા પુરુષનો મૃતદેહ 2-4 દિવસથી પાણીમાં પડ્યો હોય તેવું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. મૃતદેહ ફોગાઇ જવાથી વ્યક્તિની ઓળખ કરવી મુશ્કેલ બની છે. પરંતુ પોલીસ છેલ્લા 1 અઠવાડિયાથી ગુમ થયેલા વ્યક્તિ અંગેની જાણકારી મેળવી રહી છે. સંભવત તે જાણકારીના આધારે મૃતકની ઓળખ થઈ શકે.