આજથી નવરાત્રિ શરૂ થાય છે અને નોરતાં એટલે શક્તિની પૂજાનું પર્વ. અત્યારસુધી નારીને આપણે અશક્ત ગૃહિણી તરીકે જોતા હતા, પરંતુ આ બબલીઓને જોશો તો તમારા હાંજા ગગડી જશે. જૂડો-કરાટે અને ગન ફાયરિંગમાં એક્સપર્ટ એવી આ છે ફીમેલ બાઉન્સર્સ. ચપળ, સ્ફૂર્તિલી, ઠંડા દિમાગથી કોઈપણ પરિસ્થિતિને પહોંચવા સક્ષમ આ ફીમેલ બાઉન્સર્સની કાર્યક્ષમતા અચૂક છે. એટલે જ તો હવે ગુજરાત આવતા મોટા ભાગના સેલિબ્રિટીઓ લોકલ સિક્યોરિટી માટે ફીમેલ બાઉન્સર્સની જ ડિમાન્ડ કરે છે.
ચપળ, સ્ફૂર્તિલી, ઠંડા દિમાગથી દરેક પરિસ્થિતિને પહોંચવા સક્ષમ ફીમેલ બાઉન્સર્સ જૂડો-કરાટે અને ફાયરિંગમાં પણ માહેર
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/09/nerity_854081d45d4bd20ba6966128ab003261.jpg)