સુરત શહેરની સચિન GIDCની ઓમ ક્રિએશન ફેક્ટરીમાં લાગી આગ.

સુરતની સચિન GIDCમાં થોડા દિવસ પહેલા અનુપમ

રસાયણ ફેક્ટરીમાં જ મોટી આગની ઘટના બની હતી. જેમાં પાંચ કર્મચારીના મોત થયા છે અને 20 જેટલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા.

ત્યાં ફરી આ જ સચિન GIDC ખાતે વધુ એક ફેક્ટરીમાં આગની ઘટના સામે આવી છે. સચિન GIDCમાં આવેલી ઓમ ક્રિએશન નામની ફેક્ટરીમાં આજે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. ફેક્ટરીમાં સાડીના ઈસ્ત્રી અને પેકિંગ યુનિટમાં આગ લાગી ઉઠી હતી. ઘટનાની જાણ

તાત્કાલિક ફાયર બ્રિગેડને કરાતા ફાયરનો કાફલો ઘટના

સ્થળે આવી પહોંચ્યો હતો. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા ફાયરના લાશ્કરોએ આગ પર કાબૂ મેળવી લીધો હતો.