દેવનાગરી મહેમદાવાદ શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે બ્રહ્મસમાજ ની કારોબારી સમિતિ નો કર્યક્રમ યોજાયો...
Posted 2022-09-25 14:10:48
Mahemdavad Gujarat
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજયકક્ષા) ખેડા જિલ્લા દ્વારા જિલ્લા વાર્ષિક કારોબારી બેઠકનું આયોજન દેવનગરી શ્રી સિદ્ધિવિનાયક દેવ સંસ્થાન મહેમદાવાદ ખાતે કર્યું હતું.જેમાં મહત્વના સમાજલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.બિનઅનામતના લાભ સમાજને મળે તેના પર પણ ચર્ચા કરવામાં આવી.આગામી ઓકટોબર મહિનામાં દાહોદ ખાતે મધ્ય ગુજરાત ઝોન દ્વારા પરશુ દિક્ષાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં મોટી સંખ્યામાં ભૂદેવ ભાઈઓ પરશુ દિક્ષાનો લાભ લઈ શકે તેની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.આ પ્રસંગે પ્રદેશ મીડિયા કન્વીનરશ્રી દિનેશભાઈ રાવલ,યુવા પાંખના પ્રદેશ મહામંત્રી શ્રી કૃણાલભાઈ દીક્ષિત,પ્રદેશના મંત્રીશ્રી કિરીટભાઈ પુરોહિત,જિલ્લા પ્રમુખશ્રી ધીરજભાઈ શુકલ,જિલ્લા મહામંત્રીશ્રી સુધીરભાઈ ઉપાધ્યાય,ખેડા જિલ્લા પરશુ દિક્ષા મુખ્ય કન્વીનરશ્રી પૂર્વભાઈ ભટ્ટ તથા શહેર અને તાલુકાના પ્રમુખ,મહામંત્રી મહિલા પાંખ,યુવા પાંખ સહિત મોટી સંખ્યામાં ભૂદેવ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.