જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને સગાે સાથે ઉદ્દતાય થતી હોવાના આક્ષેપો 

રજૂઆત કરવા જનાર પર તંત્ર લાજવાને બદલે ગાજ્યું 

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ મુખ્યત્વે ગરીબ તેમજ મધ્યમ વર્ગીય પરિવાર માંથી આવતા હોય છે અને સાથે સંબંધી સ્નેહી આવતા હોય ત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ધોરાજીથી આવેલ પરેશભાઈના ધર્મપત્ની એપેન્ડિક્સ થી પીડાતા હોય તેની સર્જરી માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થયા હતા સર્જરી માટે વહેલી સવારથી ઓપરેશન વિભાગમાં બેસાડી રાખવામાં આવ્યા હતા અને આશરે પાંચ કલાક પીડાદાયક હાલત સહન કર્યા બાદ તેમનું ઓપરેશન હાથ ધરાયું હતું પરંતુ ઓપરેશનના બે થી અઢી કલાક બાદ દર્દીના સગાને દર્દીની તબિયત બાબતે ચિંતા થતા ઓપરેશન થિયેટર વિભાગના કર્મચારી દીપકભાઈ ને દર્દીની તબીયત તેમજ ઓપરેશન બાબતે પૂછવામાં આવતા આ કર્મચારી ઉશેકેરાય જણાવ્યું કે અંદર કોઈને રાખવા માટે ન લઈ ગયા હોય ઓપરેશન ચાલુ જ હોય આ રીતે ઉધતાય ભર્યા જવાબ આપ્યો હતો.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

જો કે સરકારે કરોડો રૂપિયાના ખર્ચે લોકોની સુખાકારી માટે સિવિલ હોસ્પિટલ તો બનાવી લીધી છે પરંતુ હોસ્પિટલમાં ખાટલે મોટી ખોટ હોય તેમ કર્મચારીઓમાં શિષ્ટાચાર નો અભાવ ઊઠીને આંખે વળગે તેવો છે આ ઉપરાંત હોસ્પિટલ સત્તાવાળાઓની બેદરકારીના કારણે કાઈને કાઈ સમસ્યાઓ અને અસુવિધાઓ જેવીકે શોચલાયમાં તાળા હોસ્પિટલ આવતા લોકોના માટે પીવાના પાણીની વ્યવસ્થાનો અભાવ અને પૂરતા સ્ટાફ અને સાધનોનો અભાવ સાથે સૌથી મુખ્ય વાત સમગ્ર ભારતમાં જ્યારે વડાપ્રધાન સ્વચ્છ ભારત મિશન ચલાવી રહ્યા છે ત્યારે સૌથી મહત્વની ગણાતી જગ્યા હોસ્પિટલ કે જ્યાં દર્દીઓ સ્વસ્થ થવા માટે આવે છે ત્યારે તેમને અને તેમના સગાઓને માથાફાળ દુર્ગંધ મારુતિ ગંદકી ની સમસ્યા કાયમ માટે જોવા મળી રહી છે સિવિલ હોસ્પિટલ જુનાગઢને સ્વચ્છ અને સુઘડ રાખવામાં તંત્ર ક્યાંકને ક્યાંક વામળું પુરવાર થતું હોવાના જીવંત પુરાવા મળી રહ્યા છે આખરે બેદરકાર તંત્ર ક્યારે સુધરશે તેવા પણ અનેક સવાલો સિવિલ હોસ્પિટલના મુલાકાતીઓમાં ઉઠી રહ્યા છે.