સુરતના બારડોલી વિસ્તારમાં મઢીવિભાગ ખાંડ ઉદ્યોગની સહકારીમંડળીની સત્તાવનની વાર્ષિક સાધારણ સભાયોજાઈ હતી
સુરત જિલ્લાના બારડોલી તાલુકાની મઢી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની 57 મી વાર્ષિક સાધારણ સભા સંસ્થાની રજીસ્ટર ઓફિસના સ્થળે મળી હતી. જેમાં એજન્ડાના તમામ કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. સંસ્થાના પ્રમુખ સમીરભાઈ ભક્ત દ્વારા એજન્ડાના કામોની શરૂઆત કરવામાં આવી હતી. ગત વર્ષની વાર્ષિક સાધારણ સભાના અહેવાલ હિસાબને વાંચનમાં લઈ બહાલી આપવામાં આવી હતી. સાથે જ પેટા નિયમ 4 મુજબ સંસ્થાના કામ માટે જરૂરી કરજ ઉભી કરવા અને કામકાજના અધિકાર આપવા માટે કરાયેલા એજન્ડાને સર્વાનુમતે સભાએ બહાલી આપી હતી.