પાટણના શ્રી હરિહરેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે આખો શ્રાવણ માસ યજમાન પરિવાર દ્વારા લધુરૂદ્ર પૂજન કરાશે..
પાટણ: પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પાટણ શહેરના હિંગળાચાચર ચોક નજીક બેંક ઓફ બરોડાની બાજુમાં આવેલ શ્રી હરિહરેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે ધાર્મિક ઉત્સવો નાં આયોજન કરવામાં આવી રહ્યા છે.
સંસ્કૃત પાઠશાળા અને શ્રી હરિહરેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ મહિના દરમિયાન રોજે રોજ યજમાન પરિવાર નાં સહિયોગ થી લઘુરુદ્ર પુજન નું આયોજન કરવામાં આવ્યું છે જે આખો શ્રાવણ માસ ચાલનાર હોય પાટણની ધમૅ પ્રેમી જનતાએ આ લધુરૂદ્ર પૂજનનો લાભ લેવા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું હોવાનું સુનિલભાઈ સોની એ જણાવ્યું છે.
શ્રાવણ મહિના દરમ્યાન ચાર રવિવારે શ્રી હરિહરેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે સુંદર આંગી દર્શનનું પણ આયોજન કરેલ હોવાનું તેઓએ જણાવ્યું હતુ.
રિપોર્ટ:રાજેશ જાદવ પાટણ