આવતા કાલ થી માં ભગવતી નવદુર્ગા રૂપી શક્તિની ભક્તિ કરવાના પાવન અવસર નવલા નોરતાનો સોમવાર થી શ્રધ્ધાભેર આરંભ થશે. પ્રથમ નોરતે સુપ્રસિધ્ધ રાજપરા ખોડિયાર માતાજીના ચરણોમાં શિશ નમાવવા દેશભરમાંથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ સિહોર પહોંચી ગયા છે. પગપાળા સંઘો માટે ઠેર-ઠેર ચા-નાસ્તા , ઠંડાપીણા , નહાવા ધોવાની સગવડતા કરવામાં આવી હતી, ધંધુકા, બરવાળા, બગોદરા, ધોલેરા, બાવળા, મુંબઈ વગેરે સ્થળોએથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ પગપાળા ચાલી સિહોર તાલુકાના રાજપરા ખોડિયાર માતાજીના મંદિરે આસો નવરાત્રિના પ્રથમ નોરતે વહેલી સવારની આરતીમાં પરંપરા મુજબ પહોંચે છે . આ તમામ સંઘના યાત્રાળુ આજે શનિવારે સિહોર પહોંચ્યા હતા. શ્રધ્ધાળુઓએ પ્રથમ સિહોર આવી પ્રથમ વડલાવાળી ખોડિયાર માતાજીના અને ત્યારબાદ સિહોરી માતા તેમજ તરશીંગડાવાળા ખોડિયાર માતાજીનાના દર્શન કરી રાતવાસો સિહોરમાં જ કર્યો હતો.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं