નવરાત્રિ અટલ ગુજરાત અન ગરબા. નવરાત્રિના નવલા દિવસો ગરવા ગુજરાતની ગરવી અસ્મિતા સમા છે. મનના થનગનાટ અને સૂરોના સાજમાં સામેલ થઈ ગુંજી ઉઠવાનું પર્વ. એટલે નવરાત્રિ. નોરતાનો સોમવારથી પ્રારંભ થતા એકબાજુ માં શક્તિની ભક્તિમાં માઈભક્તો લીન થશે. ઘરોઘર ગરબાનું સ્થાપન થશે. સાંજ પડતા આરતી, ગરબાના ગાનની ગુંજથી ભક્તિમય વાતાવરણ છવાઈ જશ અને રાત પડતા જ જાણે શેરીઓ ચોક, મદાનો રાસ-ગરબાની ગુંજથી ગાજી ઉઠશે. માઈ મંદિરો અનેરા શણગારથી દિપી ઉઠયા છે. માઈભક્તો ઉપવાસ, એકટાણા, અનુષ્ઠાન થકી માતાજીની ભક્તિમાં લીન થશે જોકે સિહોર શહેર નવરાત્રિના રંગે રંગાઈ ગયું છે સિહોરના ફેમસ ડાન્સ ગ્રૂપ દ્વારા નવરાત્રી ગરબાનું આયોજન ક્રિષ્ના પાર્ટી પ્લાટમાં થયું હતું બહેનોએ ગરબાની રમઝટ બાલાવી હતી અહીં ઉપસ્થિત મિલન કુવાડિયા, ભરતભાઇ મલુકા, ઇલાબન જાની, પત્રાબેન મહેતા ના હસ્તે ઇનામોની વણઝાર થઈ હતી જગત જનની માં આધશકિતની આરાધનાના નવલા નોરતાને હવે ગણતરીના દિવસોબાકી રહ્યા છે. ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. તેમાં પણ સિહોરની જનતા એટલે ઉત્સવ પ્રેમી જનતા છે જે નવરાત્રીના અગાઉના દિવસોથી તૈયારીઓનો ધમધમાટ આદરી છે.