ગુજરાતમાં આગામી બે દિવસ બાદ નવરાત્રી તહેવારની શરૂવાત થશે. ગુજરાતમાં અમદાવાદમાં નવરાત્રી મહોત્સવનો ઠેર ઠેર આયોજન થઇ રહ્યું છે ત્યારે ગઈકાલે આયોજકો માટે અમદાવાદ પોલીસે કડક નિયમ બનાવ્યા છે. આ વર્ષે પોલીસ પાર્કિંગ અને સુરક્ષાને લઈને કડક નિયમ કર્યા છે. આ વર્ષે છેલ્લા બે વર્ષ બાદ નવરાત્રીનું આયોજન થઇ રહ્યું છે ત્યારે ખૈલેયામાં થનગનાટ જોવા મળી રહ્યો છે.
આ વર્ષે અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ સહીત 70 કરતા પણ વધારે સ્થળોએ નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજકો માટે અમદાવાદ પોલીસે ટ્રાફિકને લઈને કડક નિયમ બનાવ્યા છે. અમદાવાદમાં નવરાત્રી બાદ ટ્રાફિકની સમસ્યા ઠેર ઠેર સર્જાઈ છે ત્યારે આ વર્ષે પોલીસે ગરબા આયોજકોને ટ્રાફિક નિયંત્રણ માટે નિયમ બનવ્યા છે. અમદાવાદના એસજી હાઇવે, સિંધુ ભવન રોડ, GMDC તેમજ વિવિધ સ્થળોએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજકો સાથે અમદાવાદ પોલીસની બેઠક યોજાઈ હતી જેમાં તમામ આયોજકોને નિયમોનું પાલન કરવાની સ્પષ્ટ સૂચના આપી દવામાં આવી છે. અમદાવાદના ટ્રાફિક પોલીસ કમિશ્નર મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે કોઈ પણ ગરબાના આયોજન સ્થળ પાસે ટ્રાફિક જામ થશે તો પોલીસ તે આયોજકોની પરવાનગી રદ્દ કરશે. રાસ ગરબા રમવા આવતા ખૈલેયાની વાહનોનું પાર્કિંગ ગરબા સ્થળ પરથી ઓછામાં ઓછું 100 મીટર દૂર હોવું જોઈએ.
આ ખૈલેયાઓના વાહન પાર્કિંગ સ્થળ પર વ્યવસ્થિત રીતે વાહન પાર્ક કરવા માટે આયોજકોએ સ્વંયસેવકો રાખવાની સૂચના અપાઈ હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આયોજકોએ સીસીટીવી કેમેરા હાઈ રેઝોલ્યુશનવાળા લગાવવા પડશે તેમજ પુરુષ અને મહિલા સિક્યુરિટી ગાર્ડ રાખવા પણ સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રાફિકને બધા બને એ રીતે જો પાર્કિંગ કર્યું હશે તો પોલીસની ક્રેન શહેરમાં ફરતી હશે અને વાહનને ટો કરી જશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને લીધે અમદાવાદ સહીત ગુજરાતમાં નવરાત્રીનું આયોજન થઇ શક્યું ન હતું ત્યારે આ વર્ષે નવરાત્રીનું આયોજન થઇ રહ્યું છે. આ વર્ષે નવરાત્રીમાં આયોજકોની સંખ્યામાં પણ વધારો થયો છે તેમજ દરેક સમાજ પોતાના સમાજ પૂરતું આયોજન કરી રહ્યા છે.